પ્રથમ તબકકે શહેરમાં ૧૫ સ્ળોએ ફ્રી વાઈ-ફાઈની સુવિધા ઉભી કરાશે: સ્માર્ટ સિટી રાજકોટ પ્રોજેકટમાં સમગ્ર શહેરમાં ફ્રી વાઈ-ફાઈની સુવિધા ઉભી કરવાનો લક્ષ્યાંક
કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટમાં પસંદગી પામવા માટે રાજકોટ મહાપાલિકા દ્વારા ત્રીજા પ્રયાસની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે કુલ રૂ.૨૬૨૩ કરોડ ખર્ચવામાં આવશે. શહેરમાં ઈન્ટરનેટના શોખીનો માટે સૌી સારા સમાચાર એ છે કે, મહાપાલિકા આગામી ૪ વર્ષમાં શહેરમાં ખુણે-ખુણે ફ્રિ વાઈ-ફાઈની સુવિધા ઉભી કરવા માંગે છે.
મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં રેસકોર્સ રીંગ રોડ અને બીઆરટીએસ ‚ટ પર શહેરીજનોને ફ્રિ વાઈ-ફાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે. દરમિયાન શહેરના વધુ ૧૩ રાજમાર્ગો પર ફ્રિ વાઈ-ફાઈ માટે આગામી દિવસોમાં ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. સ્માર્ટ સિટી માટે પસંદગી પામવા માટે મહાપાલિકા દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જેમાં પાન સિટીમાં સ્માર્ટ ગર્વનન્સનો સમાવેશ કરાયો છે. આ પ્રોજેકટ અંતર્ગત વર્ષ ૨૦૨૧ સુધીમાં શહેરમાં ખુણે-ખુણે ફ્રિ વાઈફાઈ સુવિધા આપવાનું મહાપાલિકાનું લક્ષ્યાંક છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રોજેકટમાં ઈન્ટરગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સીસીટીવી સર્વેલન્સ, આર.એમ.સી. ઈ.આર.પી. સિટી ડેસબોર્ડ, જીઆઈએસ સોલ્યુસન, ઓનલાઈન સર્વિસ ડિલેવરી, રાજકોટ બિઝનેશ પોર્ટલ, ડિઝીટલ પોર્ટલ, પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમ, એર કોલીટી મોર્નિંગ સીસ્ટમ, સિટી વાઈફાઈ અને એલઈડી મોનીટરીંગ ્રુ સીસીએમએસ જેવી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં રાજકોટવાસીઓને આખા શહેરમાં ફ્રિ વાઈ-ફાઈની સુવિધા મળશે.