નવનિયુક્ત વાઈસ પ્રેસીડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ સો એસ્સાર ઓઈલ લી.ના જનરલ મેનેજર જયોતિન્દ્ર વછરાજાની અને ડે.મેનેજર ઓફ મીડિયા પ્રફુલ ટંકારીયા ‘અબતક’ની મુલાકાતે
એસ્સાર ફાઉન્ડેશનના સીઈઓ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવ્યા બાદ દિપક અરોરાની એસ્સાર ઓઈલ લીમીટેડમાં વાઈસ પ્રેસીડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ તરીકે નિયૂક્તિ કરવામાં આવી છે. દિપક અરોરા સો એસ્સાર ઓઈલ લીમીટેડના જનરલ મેનેજર જયોતિન્દ્ર વછરાજાની અને એસ્સાર ઓઈલ લીમીટેડના ડેપ્યુટી મેનેજર ઓફ મીડિયા પ્રફૂલ ટંકારીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
એસ્સાર ઓઈલ મીલ લીમીટેડના નવનિયુક્ત વાઈસ પ્રેસીડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ દિપક અરોરાએ અગાઉ એસ્સાર ફાઉન્ડેશનમાં સીઈઓ તરીકે મહત્વની કામગીરી કરી અનેક સિધ્ધીઓ અપાવી. તેઓએ ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રશિયન કંપની રોઝ નેફટ, ટ્રેફીગુરા અને યુસીપીના જોઈન્ટ વેન્ચરે એસ્સાર ફાઉન્ડેશનની એસ્સાર ઓઈલ મીલને ખરીદી છે. અગાઉ તેઓ એસ્સાર ફાઉન્ડેશનના સીઈઓ પદે હતા. બાદમાં જોઈન્ટ વેન્ચરે એસ્સાર ઓઈલ લી.ને ખરીદતા તેઓને એસ્સાર ઓઈલમાં મહત્વનું પદ સોંપવામાં આવ્યું છે.
એસ્સાર ઓઈલ મીલ લીમીટેડના વાઈસ પ્રેસીડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ દિપક અરોરા જામનગર ખાતે કાર્યરત રહેશે. તેઓ જામનગરી મીડિયા રીલેશન અને સીએસઆરનું સુકાન સંભાળશે. મુળ દિલ્હીના દિપક અરોરા મેનેજમેન્ટના પણ માસ્ટર છે. તેઓ યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ બેંક સો પણ જોડાયેલા છે.
‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવેલા દિપક અરોરાએ વર્લ્ડ ઈકોનોમી, એકસ્પોર્ટ, ઈમ્પોર્ટ તેમજ પોર્ટ અંગેની વાતચીત કરી હતી. આ ઉપરાંત તેઓએ હાલની પરિસ્થિતી અંગે જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં લોકો ૧૦૦ થી૧૫૦ વ્યક્તિઓના નામ, સરનામા, જન્મદિવસ સહિતની વિગતો યાદ રાખી શકતા હતા.
જયારે આજે ટેકનોલોજીનો વ્યાપ વધતા લોકોએ મગજ પર જોર આપવાનું બંધ કરી દીધુ છે. લોકોના બ્રેઈનનો પ્રોસેસીંગ પાવર વધી ગયો છે પરંતુ બેઝીક પાવર લો યો છે.
એસ્સાર ઓઈલ લીમીટેડના જનરલ મેનેજર જયોતિન્દ્ર વછરાજાનીએ જણાવ્યું હતું કે, એસ્સાર ઓઈલ લીમીટેડના વાઈસ પ્રેસીડેન્ટ ઓફ પબ્લિક અફેર્સ પદે રહી દિપક અરોરા કંપનીની સિધ્ધિઓમાં ઉત્તરોતર વધારો કરશે તે સ્વાભાવિક છે. અગાઉ પણ દિપક અરોરાએ એસ્સાર ફાઉન્ડેશનમાં સીઈઓ તરીકે અન્ય લોકોને પ્રેરણા મળે તે પ્રકારે કામગીરી કરી હતી.