ભારત યાત્રા પર આવેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેનુઅલ મેક્રોં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે એમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત કરશે. બંને નેતાઓના અહીંયા ઘણા કાર્યક્રમ છે. મેક્રોં અહીંયા પીએમ મોદીની સાથે ગંગામાં નાવની સવારી પણ કરી શકે છે. જિલ્લા પ્રશાસન અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્રમાં 6 કલાક પસાર કરશે.
એમેનુઅલ મેક્રોં સાથે પીએમ મોદી બાબતપુર એરપોર્ટથી મિર્ઝાપુર જશે, જ્યાં બંને સૌર ઊર્જા સંયંત્રનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ વારાણી પરત ફરીને બંને નેતા દીન દયાળ હસ્તકલા સંકુલની મુલાકાત કરશે. ત્યારબાદ બંને અસ્સી ઘાટ જશે અને દશાશ્વમેઘ ઘાટ સુધી નાવની સવારી કરશે.
મેક્રોં અહીંથી બાબતપુર એરપોર્ટ ચાલ્યા જશે. અને મોદી પોલીસ લાઇન જશે. બપોરે પ્રધાનમંત્રી મંડુવાડીહ રેલવે સ્ટેશન પર પહોંચશે. ત્યાં પટના જનારી નવી ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે.
જણાવી દઇએ કે ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેનુઅલ મેક્રોં ચાર દિવસની મુલાકાતે ભારતમાં છે. મેક્રો શુક્રવારે મોડી રાતે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ જઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ એમનું સ્વાગત કર્યું હતું