જૈન સમાજનાં ચારેય ફીરકાઓની બહેનોને માટે પોતાનું કૌશલ્ય બતાવવાની સોનેરી તક: સ્પર્ધામાં બહેનોને આકર્ષક ગીફટ અપાશે

રાજકોટમાં જૈન સમાજનાં ચારેય ફીરકાઓની બહેનોને પોતાની આંગળીઓનો આસ્વાદનું કૌશલ્ય દેખાડવાની સોનેરી તક આવી છે. જૈન વિઝન દ્વારા મહાવીર જન્મ કલ્યાણક પર્વ અંતર્ગત રાજકોટમાં સમસ્ત જૈન સમાજની ચારેય ફીરકાઓની બહેનો માટે ‘જૈન કુકીંગ કોમ્પીટીશન’નું આયોજન કરવામાં આવ્યું છે.

બહેનોમાં રસોઈ કરવાની કળા હોય જ છે પણ અલગ અલગ શુદ્ધ પૌષ્ટીક અને સ્વાદીષ્ટ જૈન વાનગી બનાવવાની એ પણ એક કલા જ છે. હવે તો હોટેલ રેસ્ટોરેન્ટ દરેક સ્થળોએ જૈન વાનગી મળતી જ હોય છે પણ જૈન બહેનો આગળ આવે તેમનું કલા કૌશલ્ય નિખરે રસોઈ સાથે પોતાની કલા પીરસી શકે તેમજ નવી નવી જૈન વાનગીઓની જાણકારી મળે તે હેતુસર રાજકોટમાં સૌપ્રથમવાર ‘જૈન કુકીંગ’ કોમ્પીટીશન તા.૧૭મીએ શનિવારે બપોરે ૨ થી ૫ વિશાશ્રીમાળી વાડી, કરણપરા ખાતે યોજાશે. જેમાં બહેનોએ જૈન વાનગી ઘરેથી બનાવીને લાવવાની રહેશે. સ્થળ પર માત્ર વાનગીઓનું ડેકોરેશન જ કરવાનું રહેશે.

આ સ્પર્ધામાં બહેનોએ પ્યોર જૈન વાનગી બનાવી લાવવાની રહેશે. જેમાં જૈનસુપ જૈન સ્ટાટર્ડ, જૈન ચાઈનીઝ, સીઝલર તથા પંજાબી વાનગી બનાવવાની રહેશે. વિજેતા થનાર બહેનોને આકર્ષક ઈનામ તથા સર્ટીફીકેટ અપાશે. સ્પર્ધામાં માત્ર સો બહેનો ભાગ લઈ શકશે. જેથી વહેલા તે પહેલાનાં ધોરણે નામ નોંધાવવા તથા વધુ વિગત માટે પ્રફુલ્લાબેન મહેતા મો.૯૪૨૮૮ ૯૦૨૭૭નો સંપર્ક કરવો. કાર્યક્રમ માટે જૈન વિઝન ગ્રુપનાં દામીનીબેન કામદાર, અ‚ણાબેન મણીયાર, પ્રફુલ્લાબેન મહેતા, મિતલ વોરા, નિરાલી પારેખ, પ્રતિભાબેન મહેતા, ભાવના દોશી, બીનાબેન શાહ, કોમલ દોશી, કોમલ શેઠ, પ્રિતી વોરા, રાશી સંઘવી, રીટાબેન સંઘવી, રત્નાબેન કોઠારી, બીનાબેન મહેતા, સંગીતાબેન કોઠારી, શિતલબેન મહેતા, છાયા દામાણી, હીરલબેન મહેતા, ઋવી વોરા, અર્પણાબેન વોરા, પ્રિતીબેન બેનાણી, ઉષા પારેખ, દીપાલી વોરા, વંદના ગોસલીયા સહિતના બહેનો જહેમત ઉઠાવે છે.

જૈન વિઝન દ્વારા આવતીકાલે રકતદાન કેમ્પ

DSC 0839ઉપરાંત આવતીકાલે જૈન વિઝન દ્વારા થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ વિરાણી બહેરા મુંગા શાળા, ઢેબર રોડ ખાતે સવારે ૮:૩૦ કલાકથી યોજાશે. આ રકતદાન કેમ્પને જાણીતા જૈનશ્રેષ્ઠી પ્રવિણભાઈ કોઠારીના હસ્તે આરંભ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતમાં નામના ધરાવતી મોરબીની વિખ્યાત સોનમ કવાર્ટઝના સંચાલક જયેશભાઈ શાહ અને સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્ષચેન્જના પૂર્વ પ્રમુખ અને આરકેડીયા શેર્સના મેનેજીંગ ડિરેકટર સુનીલભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

તેમ આ અંગેની માહિતી આપતા પ્રોજેકટ ચેરમેન ઉપેનભાઈ મોદી તથા પ્રોજેકટ ડાયરેકટર પરાગભાઈ મહેતા અને કેતનભાઈ વખારીયાએ જણાવેલ છે. આ કેમ્પ ફિલ્ડ માર્શલ બ્લડ બેંકના સહયોગ સાથે યોજવામાં આવેલ છે. રકતદાતાને ગીફટ આપવામાં આવશે. રકતદાન માટે વ્યવસ્થાના ભાગ‚પે અગાઉથી નામ નોંધાવવા સંપર્ક કરવા પંકજભાઈ મહેતા મો.નં.૯૮૨૫૨ ૦૩૪૫૮ તથા જતીનભાઈ કોઠારી મો.૯૩૭૪૧ ૨૩૦૪૮ ઉપર પોતાનું નામ લખાવી આપવા રકતદાતાઓને અપીલ કરવામાં આવે છે. આ કેમ્પનાં પ્રેરણાદાતા માતુશ્રી અનસુયાબેન છબીલદાસ શાહ પરિવાર સ્વ.હીરાબેન છોટાલાલ શાહ અને સ્વ.પિયુષભાઈ જેન્તીલાલ કામદારના સહયોગથી કરવામાં આવેલ છે.

પરાગ મહેતા, નિરવ અજમેરા, પંકજ મહેતા, બિરેન બાવીશી, નિરવ સંઘવી, રાજુભાઈ મોદી, પરિમલભાઈ મોદી વગેરે સહિતના મિત્રોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.