દેશની સૌથી ધનીક રાજકીય પાર્ટી ભાજપ છે અને ત્યારબાદ કોંગ્રેસનો ક્રમ આવે છે. પણ પ્રાદેશિક સ્તરે સમાજવાદી પાર્ટી સૌથી ધનીક પક્ષ તરીકે ઉભર્યો છે. દિલ્હીની એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોમેસ (એડીઆર) અનુસાર દેશની રર પ્રાદેશીક પાર્ટીઓમાંથી સમાજવાદી પાર્ટી (સપા) સૌથી ધનીક છે. સપાના અખીલેશ યાદવે રૂ. ૬૩૫ કરોડની સંપતિ જાહેર કરી છે.
વર્ષ ૨૦૧૧-૧૨ ના નાણાકીય વર્ષમાં સમાજવાદી પાર્ટીએ રૂ. ૨૧૨.૮૬ કરોડની સંપતિ જાહેર કરી હતી. અને વર્ષ ૨૦૧૫-૧૬ માં ૬૩૪.૯૬ કરોડની સંપતિ બતાવી હતી. પાંચ વર્ષના ગાળામાં સપાની સંપતિમાં ૧૯૮ ટકાનો વધારો થયો છે.
પાર્ટીઓ પોતાની મીલકતો છ મુખ્ય મથાળા હેઠળ રજુ કરે છે. જેમાં ફીકસડ અસેટ, લોન, ફીકસ ડીપોઝીટ સીરીપ ટીડીએસ ટેકસ ડીડકરે એટ સોર્સ, રોકાણ અને અન્ય મિલ્કતોનો સમાવેશ છે. મિલ્કતમાં સમાજવાદી પાર્ટી આગળ છે. અને દેશનો સૌથી ધનિક પ્રાદેશીક પક્ષ બન્યા છે. જયારે જવાબદારી એટલે કે દેવામાં તેલગાણા રાષ્ટ્ર સમીતી અને તેલુગુ દેશામ પાર્ટી આગળ છે. આ બંને સૌથી વધુ દેવું ધરાવતી પાર્ટીઓ છે.
પ્રાદેશીક સ્તરે તેલંગાણા રાષ્ટ્ર સમીતી અને તેલુગુ દેસામ પાર્ટી સૌથી વધુ દેવું ધરાવે છે