સફાઈ અભિયાન માત્ર ફોટો સેશન બની ગયું: પદાધિકારીઓ નિકળી જતાની સાથે જ અધિકારીઓ ઘર ભેગા થઈ જતા હોવાનો સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરનો આક્ષેપ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત સોમવારથી વન ડે વન વોર્ડ સફાઈ અભિયાન શ‚ કરવામાં આવ્યું છે. જોકે ચાર દિવસમાં જ આ અભિયાનનો સત્યાનાશ થઈ ગયો છે. પદાધિકારીઓ દ્વારા આપવામાં આવતા આદેશનો અધિકારીઓ ઉલાળીયો કરી રહ્યા છે જેના કારણે સફાઈ અભિયાન માત્ર ફોટો સેશન બની ગયું છે તેવો આક્ષેપ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે તેઓએ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મહાપાલિકા દ્વારા વન ડે વન વોર્ડ અભિયાન અંતર્ગત ખુલ્લા પ્રાઈવેટ પ્લોટની જગ્યામાં સફાઈ અભિયાન શ‚ કરવામાં આવ્યું છે જે ખુબ જ સારી બાબત છે પરંતુ વોર્ડ નં.૧ અને ૨ માં માત્ર અડધો દિવસ જ સફાઈ કામગીરી કરવામાં આવે છે. પદાધિકારીઓ ફિલ્ડમાંથી નિકળી જતાની સાથે જ અધિકારીઓ આ અભિયાનનો સંકેલો કરી ઘરભેગા થઈ જાય છે. સોલીડ વેસ્ટ શાખાના નાયબ પર્યાવરણ ઈજનેર વી.એમ.જીંજાળાને ખુલ્લા પ્લોટની સફાઈ કરવા મેં ખુદ ટેલીફોન પર જાણ કરી હતી પરંતુ જીંજાળાએ પ્રજાના એક ચુંટાયેલા પ્રતિનિધિ અને જવાબદાર કોર્પોરેટરને ગેરમાર્ગે દોરી ખુલ્લા પ્લોટમાં સફાઈ કરી નથી. જેના આધારપુરાવા મારી પાસે છે.
વોર્ડ નં.૨માં જયાં હું વસવાટ કરું છુ શ્રીજીનગર શેરી નં.૬, રામેશ્ર્વર ચોકમાં આવેલી છે. અહીં એક પ્રાઈવેટ પ્લોટ છે. જયાં પ્લોટની સફાઈ કરવા જીંજાળાને ‚બ‚ નિરીક્ષણ કરવાનું જણાવ્યું હતું. આ પ્લોટની તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી પરંતુ આજ સુધી સફાઈ કરવામાં આવી નથી. વોર્ડ નં.૨ની ૧૦ થી વધુ ખુલ્લી જગ્યાઓ અને પ્લોટની સફાઈ કરવા જીંજાળાને વારંવાર સુચના આપી હોવા છતાં સફાઈ કરવામાં આવતી નથી.
વન ડે વન વોર્ડ સફાઈ અભિયાન શાસકોનો ખુબ જ સારો પ્રયાસ છે પરંતુ અધિકારીઓના પાપે આ અભિયાનનું સત્યનાશ નિકળી ગયું છે ત્યારે ખુદ મ્યુનિ.કમિશનર તમામ ૧૮ વોર્ડમાં સફાઈ અભિયાનનું ચુસ્તપણે મોનીટરીંગ કરે તેવી માંગણી ભાજપના કોર્પોરેટર જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવી છે.