મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ અવસરે ગાંધીનગર માં બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતુ કે જે સમાજ સંસ્કૃતિ મહિલા શકિતનું સન્માન કે ગૌરવ નથી કરતો તે સમાજ કયારેય પ્રગતિ અને વિકાસ કરી શકતો નથી. ગુજરાત માં આ આખું વર્ષ બેટી બચાવો બેટી પઢાવો ની મુહીમ તરીકે જન સહયોગ થી રાજ્યભર માં ઉજવાશે.
મુખ્યમંત્રી એ ગુજરાત સરકાર અને સૌ ગુજરાતીઓ વતી નારી શકિત ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી. ગાંધીનગર માં યોજાયેલી આ મહા રેલી માં વિશાળ સંખ્યા માં નારી શક્તિ જોડાઈ હતી.. રેલીનું નેતૃત્વ મહિલા પોલીસ અધિકારીએ કર્યું હતું. મહિલા પોલીસ બેન્ડ. ઘોડેસ્વાર મહિલાઓ અને બાઇક સવાર બહેનો આ રેલી નું આકર્ષણ બની હતી.