વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન ટ્રસ્ટને છ સપ્તાહમાં જવાબ રજુ કરવા કોર્ટનો આદેશ
ગીરના સિંહને મધ્યપ્રદેશના કુનોના જંગલમાં ખસેડવાના મુદે ઘણા લાંબા સમયથી સુપ્રિમ કોર્ટમાં ચાલતા કાનૂની વિવાદ અંગે સુપ્રિમ કોર્ટ દ્વારા મધ્યપ્રદેશના વન્ય પ્રેમીની કોર્ટ ઓફ ક્ધટેમની અરજી રદ કરી વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન ટ્રસ્ટને છ સપ્તાહમાં જવાબ રજુ કરવા આદેશ કર્યો છે.
૨૦૧૩માં સુપ્રિમ કોર્ટ દ્વારા ગીરના સાવજને મધ્યપ્રદેશના કુનોના જંગલમાં સ્થળાંતર કરવા હુકમ કર્યો હતો. જેની સામે રાજકોટની વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન ટ્રસ્ટ દ્વારા સુપ્રિમ કોર્ટના ત્રણ જજની ખંડપીઠમાં પીઆઇએલ દાખલ કરી હતી. અને ગીરના સિંહને એમપી ખસેડવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
સુપ્રિમ કોર્ટના ચુકાદાની રાજય સરકાર દ્વારા અમલ નહી કરવામાં આવતા એમપીના વન્ય પ્રેમી અજય દુબેએ કોર્ટ ઓફ ક્ધટેપ દાખલ કરી હતી. જેની સુનાવણી પુરી થતા વડી અદાલતના ન્યાયધીશ કુરીયન જોસેફ, દિપક ગુપ્તા અને મદન લોકુરે એમપીના વન્ય પ્રેમી અજય દુબેની કોર્ટ ઓફ ક્ધટેમની અરજી ફગાવી દીધી હતી અને વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન ટ્રસ્ટને છ સપ્તાહમાં આધાર પુરાવા સાથે જવાબ રજુ કરવા આદેશ કર્યો છે.વાઇલ્ડ લાઇફ સંસ્થા વતી અભય ભારદ્વાજ, દિલીપ પટેલ, તુષાર ગોકાણી, સ્તવન મહેતા અને રીપન ગોકાણી રોકાયા હતા.