સરપંચથી લઈ એસ.ટી.નિગમના ડાયરેકટર પદની જવાબદારી અને સંગઠનમાં સારી કામગીરીની નોંધ લઈ કિશાન મોરચાના પ્રદેશ મહામંત્રીપદે વરણી: અભિનંદનની વર્ષા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે પરામર્શ કરી કિશાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ બાબુભાઈ જેબલીયાએ પ્રદેશ કિસાન મોરચાની પ્રદેશ ટીમ જાહેર કરી છે. જેમાં સમગ્ર જામનગર જીલ્લા તેમજ કાલાવડ તાલુકામાં બહોળી લોકચાહના ધરાવનાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને સુર્યપરા ગામના વતની એવા રમેશભાઈ મુંગરાની પ્રદેશ મહામંત્રી તરીકે વરણી કરાતા સમગ્ર જામનગર જીલ્લા ભાજપ તેમજ કાલાવડ તાલુકા તેમજ શહેર ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓમાં હર્ષોઉલ્લાસ છવાઈ જવા પામ્યો છે અને રમેશભાઈ મુંગરાને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
બાષ્પકાળથી જ સંઘની વિચારધારા ધરાવનાર અને ભારતીય જનતા પાર્ટી સાથે લાગણીથી જોડાયેલા રમેશભાઈ મુંગરા સને ૧૯૮૯માં પોતાના ગામ સુર્યપરામાં સરપંચ તરીકે ચુંટાઈને રાજકીય ક્ષેત્રે પગલા માંડયા હતા. ત્યારબાદ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે ચાર ટર્મ જવાબદારી સંભાળી જામનગર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ૧૯૯૫માં હોદોગ્રહણ કર્યો હતો. ત્યારબાદ સને ૨૦૦૧માં બે ટર્મ જીલ્લા ભાજપ પ્રમુખ અને જીલ્લા પંચાયત સદસ્ય તરીકે જવાબદારી સંભાળી છે કે પ્રદેશમંત્રી તરીકેની સેવા બજાવી ચુકયા છે.
તેમજ સંગઠનમાં સારી કામગીરી બદલ પ્રદેશ ભાજપ દ્વારા જુનાગઢ, પોરબંદર, રાજકોટની પ્રભારી તરીકેની જવાબદારી સોંપી હતી. જેની સાથે સાથે જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકેની પણ જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ પ્રદેશ પંચાયત સેલ ક્ધવીનર અને જીલ્લા બેંકના ડાયરેકટર તરીકે સેવા બજાવી, ગુજરાત સરકારના સાહસ એસ.ટી. બોર્ડ નિગમ ડાયરેકટરની જવાબદારી સંભાળી હતી.સમગ્ર કામગીરીની પ્રદેશ લેવલે નોંધ લઈ ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા કિશાન મોરચાના પ્રદેશ મહામંત્રી તરીકેની વરણીને ધારાસભ્ય સહિત સમગ્ર તાલુકા ભાજપ ટીમે આવકારી છે.