યુવાને કંટાળી પોલીસ કમિશનર કચેરીમાં ઝેરી દવા પી લેતા તેને 108માં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
કોઠારીયા ગામે ઇશ્વર પાર્કમાં રહેતા અને બાંધકાના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશ ચંદુભાઇ ગોહેલ નામના યુવાને પોલીસ કમિશનર કચેરીમાં આવીને પાર્કિગમાં ઝેરી દવા પી લેતા તેને 108 દ્વારા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે નિલેશના ભાઇ મનોજે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાઇને ધંધામાં રૂપિયાની જરુરિયાત હોવાથી રાજકોટના નીરવ મોલિયા અને કમલેશ સાંગાણી પાસેથી બે વર્ષ પહેલા 30 લાખ અને અન્ય ત્રણ વ્યક્તિ પાસેથી 20 લાખ મળી કુલ 50 લાખ લીધા હતા તેની સામે આ રકમ ઉપરાંત 14 લાખ મળી 64 લાખ ચૂકવી દીધા હતા. છતાં વ્યાજખોરો ત્રાસ આપતા હતા. એક વખત લોક દરબારમાં રજૂઆત પણ કરી હતી અને આરોપીને જેલ ભેગા કર્યા હતા. પરંતુ ફરી વ્યાજખોર મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લઇ મકાન ખાલી કરાવા નોટિસો આપી રહ્યો હતો.