અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બીજી વાર બુધવારે બરફવર્ષા અને વાવાઝોડાંએ દસ્તક દીધી છે. વાવાઝોડાંના કારણે 2,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અંદાજિત 6 કરોડ લોકો પ્રભાવિત થયા છે. મળતા અહેવાલો મુજબ, વાવાઝોડાંના કારણે 7 લોકોના મોત થયા છે.
નોરિસ્ટર વાવાઝોડાંના કારણે હવામાનમાં ફેરફાર
અમેરિકાના ઇસ્ટ કોસ્ટ વિસ્તારમાં અંદાજિત એક અઠવાડિયામાં બીજી વાર બરફવર્ષા થઇ છે.
હવામાનમાં આ ફેરફાર નોરિસ્ટર તોફાનના કારણે આવ્યો છે. પ્રાથમિક સાવચેતીના પગલાંરૂપે 27,00 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. એક માત્ર ન્યૂયોર્કમાં જ 1900 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ગયા અઠવાડિયે પણ બરફવર્ષા થઇ હતી. તે સમયે 5000થી વધારે ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી.