૬૦ વર્ષથી ઉપરના અને ૧૮ વર્ષથી નીચેના, મહિલાઓ તેમજ માનસિક અસ્થિર કેદીઓને મુકત કરવા બંને દેશોની તૈયારી
ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં છેલ્લા ઘણા મહિનાથી તંગદિલી જણાઈ રહી છે ત્યારે આ પરિસ્થિતિમાં બંને દેશોએ કેદીઓ છોડવાની વાત પર સહમતી સાધી છે. ભારત અને પાકિસ્તાન વૃદ્ધ, મહિલા અને ખાસ દેખરેખની જ‚ર હોય તેવા કેદીઓને જેલમાંથી છોડશે. એકબીજાના કેદીઓ છોડવા માટે ન્યાય પ્રણાલીમાં ફેરફાર કરવાની તૈયારી પણ બંને દેશોના વિદેશ મંત્રાલયે કરી છે.
ભારત અને પાકિસ્તાનના તબીબી ક્ષેત્રના નિષ્ણાંતો એકબીજાની જેલમાં જઈ કેદીઓની માનસિક પરિસ્થિતિ તપાસશે અને જે કેદીને મુકત કરવાની જ‚ર છે તે અંગે મંતવ્ય આપશે.
જે કેદીની ઉંમર ૬૦ વર્ષ કરતા વધારે અથવા ૧૮ વર્ષથી ઓછી હશે તેને મુકત કરી દેવામાં આવશે. બંને દેશોની જેલોમાં સબડતા માછીમારોની મુકિત માટે પણ નિયમો હળવા કરાશે. બંને દેશો માનવતાના ધોરણે એકબીજાના કેદીઓ છોડવા સહમત થયા છે. આ વાતથી ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચર્ચાના દ્વાર ખુલી ગયા છે.