બોલીવુડ ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર કુમારની વિરૂધ્ધ ૪૭ વર્ષ જૂના યૌન શોષણના મામલામાં ગુનો દાખલ થયો છે. સિમલામાં એક ફિલ્મના શુટીંગ દરમિયાન જીતેન્દ્રએ હિરોઈન સાથે રેપ કર્યાનું સિમલાના ડાયરેકટર જનરલ ઓફ પોલીસે જણાવ્યું છે.
આ મામલે ફરિયાદ ફેબ્રુઆરી માસમાં દાખલ થઈ છે. સીમલામાં ૧૯૭૧માં જાન્યુઆરી મહિનામાં અભિનેતા જીતેન્દ્રએ યૌનક શોષણ કર્યાનું સામે આવ્યું છે. આ ઘટના ઘટી ત્યારે જીતેન્દ્રકુમાર ૨૮ વર્ષના અને પીડીત એકટ્રેસ ૧૮ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. એસપી ઓમાપની જામવાલે જણાવ્યું કે ફરિયાદના આધારે અભિનેતા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે એ આશ્ર્ચર્યજનક ખૂલાસો ફરિયાદ નોંધાયા બાદ થયો હતો કે, ફરિયાદ કરનાર પીડીતા જીતેન્દ્રકુમારની પિત્રાઈ બહેન છે. તેણીએ જીતેન્દ્ર પર આરોપ મૂકયો છે કે, સીમલામાં રાત્રે રૂમમાં ઘૂસી આવી શારીરીક શોષણ કર્યું હતુ. જોકે, જીતેન્દ્રકુમારે આ ઘટનાને નકારી હતી અને આવું કંઈ ન બન્યું હોવાનું જણાવ્યું હતુ.