કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડ સહીત અનેક મુદ્દે સંસદમાં સતત ત્રીજા દિવસે હોબાળો: બંને ગૃહ સ્થગિત
દેશનો સૌથી મોટો બેંક કૌભાંડ પંજાબ નેશનલ બેંક રૂ. ૧૧,૪૦૦ કરોડના આ કૌભાંડે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડ સહીતના ગોટાળાના મુદ્દે બુધવારે વિપક્ષે લોકસભા માથે લીધી હતી. સતત ત્રીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં હોબાળો થતા સ્થગિત કરાયા હતા.
કોંગ્રેસે મોદી સરકારને નિશાન બનાવી આક્ષેપબાજી ચલાવી હતી. કોંગ્રેસે કહ્યું કે, પીએનબી કૌભાંડ મામલે સરકારે સ્થગિતતા અપનાવી છે. અને બેંકીગ માળખાની નબળાઇના કારણે આ પ્રકારે કૌભાંડ થઇ રહ્યા છે.
કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ સોનિયા ગાંધી, બીજી જનતા દળના ભ્રાતુહરી મહતાલ, આરએસપીના એન.કે. પ્રેમચંદ્રન, કોંગ્રેસના કલ્યાણ બનર્જી તેમજ સોગતા રોયે એડજોને મોસન માટે સહમતી દાખવી હતી.
પીએનબી કૌભાંડ સિવાય આંધ્રપ્રદેશ માટે નાણાંકીય સહાયની ટીડીપીની માંગ, મરાઠી ભાષાને લઇ શીવ સેેનાની માંગ વગેરે સહીતના મુદ્દે પણ લોકસભામાં હંગામો મચ્યો હતો. બેંકો સાથે મહાકૌભાંડ કરી વિદેશ ચાલી ગયેલા મોટા ડીફોલ્ટર્સોને પરત લાવવા પણ ચર્ચા થઇ હતી.