નાગાલેન્ડમાં બીજેપીના ગઠબંધનની સરકાર બનાવવામાં આવી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)ના નેફ્યૂ રિયો ચોથી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે 11 કેબિનેટ મંત્રી પણ શપથ લેશે. શપથ સમારોહ દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, નોર્થન અંગામી-2 સીટ પર રિયો બહુમતીથી પસંદ થયા છે.
રિયોને કેમ મળી જવાબદારી?
સીટ – નોર્થન અંગામી-2, કોઈ પણ વિરોધ વગર ચૂંટાયાનાગાલેન્ડમાં 15 વર્ષ નેશનલ પીપુલ્સ ફ્રંટ (એનપીએફ)ની સરકાર રહી છે. પહેલા તેને બીજેપીનું સમર્થન હતું. તેમાં નેફ્યૂ રિયો ત્રણ વાર રાજ્યના સીએમ રહ્યા છે.
એનપીએફથી અલગ થઈને નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી બની હતી. હવે બીજેપી તેમની સાથે છે. રિયો તેમના જ ગ્રૂપના છે.
રિયોની સામે કોઈ ઉમેદવાર ઊભું ન રહ્યુંતેઓ નોર્થન અંગામી- 2 સીટથી ઉમેદવાર છે. તેઓ બહુમતીથી ચૂંટાયા હતા. ત્યારપછી તેમણે સાંસદ પદેથી રાજીનામુ આપ્યું હતું.