જુનાગઢ વિધાનસભાની ચુંટણી દરમિયાન પૂર્વ ધારાસભ્ય મહેન્દ મશરુ પર સોશ્યલ મીડીયા પર ભ્રષ્ટાચારને લઇ આક્ષેપો થયા હતા આ વાતને લઇ પૂર્વ ધારાસભ્ય ભાજપના આગેવાનો અને કાર્યકરોની ટીમ સાથે ગઇકાલે એ ડીવીઝન પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.
જયાં પોલીસે આ ગુનો આઇ.ટી. એકટને લગતો હોય જેમાં સુપ્રીમ કોર્ટે પણ અમુક કલમો રદ કરી હોવાનું જણાવતા પૂર્વ ધારાસભ્ય ધરણા પર બેસી ગયા હતા આ વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતા અન્ય આગેવાનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. બાદમાં પોલીસે કાયદાના અમુક તજજ્ઞો સાથે ચર્ચા કરી ફરીયાદ નોંધી ગોપાલ ઇટાલીયા વિરુઘ્ધ કલમ ૪૯૯ અને પ૦૦ મુજબ ગુનો નોંધાયો બાદ કાયદાના વિદ્વાનોમાં આ વાતને લઇ ચર્ચાનો માહોલ જામવા પામ્યો હતો.
આ અંગે વધુ વિગત અનુસાર વિધાનસભાની ચુંટણીને લઇ ગોપાલ ઇટાલીયા નામના શખ્સે પૂર્વ ધારાસભ્ય પર ભ્રષ્ટાચાર ને લઇ ટીપ્પણીઓ કરી હતી જે વાતને લઇ આજે પૂર્વ ધારાસભ્ય એ ડીવીઝન પોલીસ સ્ટેશન પહોચ્યા હતા
જયાં પોલીસે આ અંગે કાયદાકીય અભિપ્રાય લઇ ગુનો નોંધવાનું જણાવતા પૂર્વ ધારાસભ્ય સહીત તેમના સમર્થકો નારાજ થઇ પોલીસ સ્ટેશન નીચે ધરણા પર બેસી ગયા ગયા હતા. આ વાતને લઇ શહેરમાં વાયુ વેગે આ સમાચાર પ્રસરતા ખાસ કરીને પોલીસ બેડામાં ચર્ચાનો દોર શરુ થયો હતો. જેમાં અંતે પોલીસે કલમ ૪૯૯ અને ૫૦૦ ફરીયાદી નોઁધી લેતા મામલો થાળે પડયો હતો બાદમાં આ ચર્ચાઓ જાહેર થતા કાયદાના વિદ્વાનો એ લગાડેલ કલમોમાં કલમ ૪૯૯ ને ગુનાાની વ્યાખ્યા છે. અને કલમ પ૦૦ માં પોલીસ પાસે તપાસની સતા ન હોવાનું કાયદાના વિદ્વાનોનું માનવું છે. ભુતકાળમાં આવી જ ફરીયાદ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી એઅરવિંદ કેઝરીવાલ સામે ચીફ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટ સામે કરી હતી.
આ મુદ્દાને લઇ કાયદાના વિદ્વાનોમાં એવો પણ ચર્ચાનો વિકલ્પ હતો કે પોલીસ પાસે પુરતી ગાઇડ લાઇન ન હોય પોલીસે આ અંગે પ્રથમ માર્ગદર્શન મેળવવાની વાત ઉચ્ચરી તે યોગ્ય જ હતી ભુતકાળમાં જુનાગઢ મનપાના વર્તમાન કમીશ્નરે દીલીપસિંહ સોલંકીને આવી જ વાતમાં આઇટીની કલમ ૬૬ હેઠળ ગુનો નોધાવાની નોટીસ ફટકારી હતી જેમાં પણ દીલીપસિંહે સણસણતી ભાષામા નોટીસનો જવાબ નોટીસથી પરખાવ્યો હતો.