૮મી એપ્રિલે મેગા લોક અદાલત યોજાશે
રાજ્યમાં વર્ષ ૨૦૧૬માં કુલ ત્રણ લાખી વધુ પડતર અને પ્રિ-લિટિગેશન કેસોનો લોક અદાલતોના માધ્યમી નિકાલ કરવામાં સફળતા હાંસલ ઇ હતી. એવી જ રીતે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી લોક અદાલતમાં કુલ ૯૪,૩૦૦ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હતો. હાઇકોર્ટના જસ્ટિસ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માનનીય કારોબારી અધ્યક્ષ જસ્ટિસ એમ.આર. શાહના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વ હેઠળ આગામી આઠમી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન વા જઇ રહ્યું છે. જાહેર જનતા આ લોક અદાલતના માધ્યમી પોતાના સમાધાન પાત્ર કાનૂની કેસો આ લોક અદાલત સમક્ષ મૂકે એવી અપીલ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની એક અખબારી યાદીમાં કરાઇ છે.
આ યાદીમાં જણાવ્યા પ્રમાણે,આગામી નેશનલ લોક અદાલત સમગ્ર દેશમાં યોજાનાર છે. આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના કેસો, બેન્ક વસૂલાતના કેસો, મોટર અકસ્માત વળતર અંગેના કેસો, લગ્ન સંબંધી કેસો, મજૂર વિવાદોને લગતા કેસો, જમીન સંપાદનના કેસો, વીજળી અને પાણીના બિલો અંગેના સમાધાનપાત્ર કેસો તા પગાર અને ભથ્ા તા નિવૃત્તિ સંબંધિત સર્વિસ મેટર્સ, મહેસૂલના કેસો (જિલ્લા અદાલત તા હાઇકોર્ટમાં પડતર હોય તે જ) અન્ય દિવાની કેસો(ભાડુઆત, સુખાધિકાર હક્ક, મનાઇહુકમના દાવા) અન્ય કેસો એટલે કે એવા કેસો કે જે કોર્ટમાં પેન્ડિંગ હોય અને સનિક કાયદાઓ અન્વયે સમાધાન ઇ શકે તેમ હોય એવા કેસો મૂકવામાં આવે છે.