પંજાબ નેશનલ બેંકમાં થયેલા મહાકૌંભાડ બાદ હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક બીજા ગોટાળાને બહાર લાવ્યું છે. આ ગોટાળો દેશની લગભગ 447 કંપનીઓમાં ઘણા લાંબા સમયથી ચાલતો આવ્યો છે. હવે ડિપાર્ટમેન્ટે આ દરેક કંપનીઓની વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે.
આ કંપનીઓએ પોતાના કર્મચારીઓના આશરે 3200 કરોડ રૂપિયા ટેક્સ તરીકે કાપ્યા હતા. ટેક્સ કાપ્યા બાદ કંપનીઓએ એને સરકાર પાસે જમા ના કરાવીને એને પોતાના બિઝનેસમા ડાયવર્ટ કરી દીધા. આ કંપનીઓમાં મોટાભાગના બિલ્ડર્સ છે, જેમાંથી એક કંપનીએ માત્ર 100 કરોડનો ટીડીએસ ડાયવર્ડ કર્યો છે. આ ઉપરાંત મૂવી પ્રોડક્શન હાઉસ, સ્ટાર્ટઅપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ સામેલ છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ કંપનીઓ વિરુદ્ધ આઇટી એક્ટના સેક્શન 276બી અને આઇપીસીની છેતરપિંડી, ગોટાળા કરનારી ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. એમાં ઓછામાં ઓચા 3 મહિનાથી લઇને 7 વર્ષની સજાના દંડની સાથે જોગવાઇ છે. ડિપાર્ટમેન્ટે આ દરેક કંપનીઓના બેંક અકાઉ્ટ, દરેક પ્રકારની સંપત્તિઓ અટેચ કરી લીધી છે.
જો કંપનીઓ ટીડીએસ કાપીને એને જમા કરતી નથી તો કર્મચારીઓને પોતાના ખિસ્સામાંથી એને ભરવો પડી શકે છે. તો બીજી બાજુ આઇટી ડિપાર્ટમેન્ટ પણ તમારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.