રાજકોટ શહેરની પ્રવર્તમાન પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખી શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ભૂતિયા નળ અને ડાઈરેકટ પમ્પિંગ કરતા નળ જોડાણ શોધી જરૂરી કાર્યવાહી કરવા ચેકિંગ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવેલ છે.

IMG 20180305 WA0001આજે તા.૫-૩-૨૦૧૮ના રોજ સોમવારે, શહેરના પશ્ચિમ ઝોનમાં વોર્ડ નં.૧માં આવેલા ધરમનગર અને શાસ્ત્રીનગરમાં એડી. સિટી એન્જી. શ્રી બી.યુ.જોશી તેમજ નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીઓ શ્રી વી.વી.પટેલ અને શ્રી નિકેશ મકવાણા અને તેઓની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું.

IMG 20180305 WA0002ડાઈરેક્ટ પમ્પિંગના કેસ શોધવા હાથ ધરાયેલા આ ચેકિંગ દરમ્યાન ધરમનગરમાં ૬ કેસ અને શાસ્ત્રીનગરમાંથી ૩ કેસ ઝડપાયા હતાં. ડાઈરેક્ટ પમ્પિંગ કરનાર તમામ આસામીઓને રાજકોટ મહાનગરપાલિકાએ નોટીસ આપી ૭ દિવસમાં દંડ પેટે બબ્બે હજાર રૂપિયા ભરવા તાકીદ કરી છે. જો દંડની આ રકમ ભરવામાં નહી જ્યારે શાસ્ત્રીનગરની શેરી નં. ૮ અને ૯ માં ઝડપાયેલા કુલ ૨૭ જેટલા ભૂતિયા નળ જોડાણ તત્કાલ કાપી નાંખવામાં આવ્યા હતાં. શાસ્ત્રીનગરમાં કુલ ૨૦ જેટલી શેરીઓ છે અને હવે પછી થનાર ચેકીંગમાં તમામ શેરીઓ આવરી લેવામાં આવશે.

IMG 20180305 WA0003રાજકોટ મહાનગરપાલિકાએ આ પૂર્વે વેસ્ટ ઝોનમાં સર્વે કર્યો હતો અને હવે અન્ય વોર્ડમાં પણ ભૂતિયા નળ અને ડાઈરેકટ પમ્પિંગ કરતા નળ જોડાણ શોધી કાઢવા જરૂરી કાર્યવાહી કરવા ચેકિંગ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.