અમદાવાદના નિષ્ણાંત તબીબો દ્વારા ગોઠણને લગતી સમસ્યાઓની તપાસ કરવામાં આવી
જિલ્લાભરમાં થી 250 કરતા પણ વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો
સુરેન્દ્રનગર ખાતે અમદાવાદ સેવિયર ગ્રુપ ઓફ હોસ્પિટલ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે ગોઠણને લગતી તમામ સમસ્યાઓ અંગે નિઃશુલ્ક તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં જિલ્લાભરમાં થી મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો અને તપાસ કરાવી હતી.
સુરેન્દ્રનગરના લોકોને અમદાવાદ, રાજકોટ જેવા શહેરો સુધી પગનો દુખાવો, ગોઠણની સમસ્યા માટે લાબું ન થવું પડે અને ઘર આંગણે જ આ પ્રકારના રોગોની નિઃશુલ્ક તપાસ તેમજ સારવાર મળી રહે તેવા હેતુ થી અમદાવાદ સેવિયર ગ્રુપ ઓફ હોસ્પિટલ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે દેશના પ્રખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન પ્રો. ડો. એચ.પી. ભાલોડિયાની ટીમ દ્વારા નિઃશુલ્ક ગોઠણને લગતી તમામ સમસ્યાઓ માટે ફ્રી તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સમગ્ર જિલ્લામાં થી અંદાજે 250 કરતા પણ વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. અમદાવાદના નિષ્ણાત ડોકટરોની ટીમના ડો. રૂષય ભાલોડિયા, ડો. પ્રિયાંક કાલરીયા, ડો. ચેતન પંડ્યા એ ઉપસ્થિત રહી દર્દીઓની તપાસ કરી હતી અને જરૂરિયાત મંદ દર્દીઓને દવાઓ પણ આપી હતી.
તમામ દર્દીઓમાં 30 થી 35 દર્દીઓને તપાસ દરમિયાન ઓપરેશનની જરૂર જણાતા ઓપરેશન કરવાની સલાહ આપી હતી. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં ગોઠણ અને પગના દુખાવાની તપાસ કે સારવાર માટે મોટી ફી વસુલવામાં આવતી હોય છે પરંતુ આ કેમ્પ સંપૂર્ણ નિઃશુલ્ક હતો અને દર્દીઓને વિના મુલ્યે તપાસવામાં આવ્યા હતા. જયારે આ કેમ્પથી દર્દીઓને પણ લાભ થતા આનંદ જોવા મળ્યો હતો અને આ આયોજનની પ્રશંશા કરી હતી.