પરિક્ષાના ભણતરની ચરમસીમા હવે aavi. આજથી શરૂ થતી CBSE ના ધોરણ 10 અને 12ની પરીક્ષામાં લાખોની સંખ્યામાં પરિક્ષાર્થીઑ બેસશે. પરીક્ષા વિભાગનાં અધિકારી જણાવે છે કે, કુલ 16,38,428 ઉમેદવારોએ વર્ગ 10 ની પરીક્ષા માટે નોંધણી કરાવી છે અને 11,86,306 ઉમેદવારોએ 12 માં પરીક્ષા માટે નોંધણી કરાવી છે. સમગ્ર ભારતમાં 4,453 કેન્દ્રો અને ભારતની બહારના 78 કેન્દ્રો પર હાથ ધરવામાં આવશે. તેવી જ રીતે, વર્ગ 12 માટે, પરીક્ષા ભારતમાં 4,138 કેન્દ્રો અને વિદેશમાં 71 કેન્દ્રો પર યોજવામાં આવશે. પોલિસ સાથે મળીને યોગ્ય બંદોબસ્ત હેઠળ રાજ્યની તમામ સેન્ટરની પરીક્ષા પૂર્ણ થાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.
બોર્ડ દ્વારા ડાયાબિટીસનાં પીડિત સ્ટુડન્ટને ભોજનની પરવાનગી આપી છે
ડાયાબિટીસથી પીડાતા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોની અંદર ખાદ્ય પદાર્થો લઈ જવાની મંજૂરી છે. પરીક્ષા હોલમાં ખાંડની ગોળીઓ / ફળો (જેમ કે, કેળાં / સફરજન / નારંગી) અને પારદર્શક પાણીની બોટલ જેવી ખાદ્ય પદાર્થો સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, પરીક્ષા હોલમાં ચિકિત્સા / કેન્ડી / સેન્ડવીચ જેવા પેકેટનો ખોરાક લઈ જવા માટે ઉમેદવારોને મંજૂરી નથી.
પરીક્ષા ખંડમાં લેપટોપ લઈ જઈ શકાશે
આ વર્ષે બોર્ડે ડિપાર્ટમેંટે એક નવી રચના બનાવી છે. જેમાં ખાસ જરૂરિયાત હોય તેવા વિધ્યાર્થીને પરીક્ષા ખંડમાં લેપટોપ સાથે લઈ જવાની મંજૂરી આપી છે. કમ્પ્યુટર પર શિક્ષક દ્વારા નિરીક્ષણ કરવું પડશે અને કોઈ ઇન્ટરનેટ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કુલ ૪,૫૧૦ અને ૨,૮૪૬ અલગ-અલગ ઉમેદવારોએ અનુક્રમે ૧૦ અને ૧૨ ની પરીક્ષા માટે નોંધણી કરાવી છે. બોર્ડના જાહેરનામાં જણાવ્યા મુજબ, તેણે માત્ર વિદ્યાર્થીઓને આ બેચ માટે 33% પાસ માર્ક માપદંડ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.
આ બેચના પરીક્ષા ઉમેદવારો માટે ‘વન ટાઇમ મેઝર’ તરીકે, બોર્ડે પાસીંગ માર્કસમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે આ બેચ એક અલગ મૂલ્યાંકન બેકગ્રાઉન્ડથી છે, જ્યારે તે ૯ વર્ષની હતી. નવા છૂટછાટનાં ફેરફાર નિયમ મુજબ, પાસ થવા માટે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા ૨૦૧૮નાં વર્ષમાં કુલ ૩૩% ગુણનો માપદંડ આપવામાં આવ્યો છે.