કુલ ૧૬,૨૩૮ કેસ નોંધાયા: ટિકિટ વિના મુસાફરી કરતા ૬૮૭૩ ખુદાબક્ષો પકડાયા
રાજકોટ રેલવે ડિવિઝને ફેબ્રુઆરી માસમાં ટીકીટ અંગે ગેરરીતિ મામલે રૂ.૧.૦૬ કરોડનો દંડ વસુલ્યો છે. ટીકીટ વગર મુસાફરી કરતા ૬૮૭૩ ખુદાબક્ષો પાસેથી રૂ. ૫૯,૮૭,૧૨૦ના દંડની વસુલાત કરવામાં આવી છે.
ફેબ્રુઆરી માસમાં રાજકોટ રેલવે ડીવીઝનમાં ટીકીટ ગેરરીતિ અંગેનાં ૧૬૨૩૮ કેસ નોંધાતા હતા.
જેમાંથી રૂ ૧.૦૬ કરોડની આવક થઈ છે.
ટીકીટ વગર મુસાફરી કરતા ૬૮૭૩ ખુદા બક્ષો પાસેથી રૂ૫૯,૮૭,૧૨૦ હાયર કલાસમા મુસાફરી કરતા ૮૬૯૧ મુસાફરો પાસેથી રૂ ૪૬,૩૬,૮૦૭ આગળના સ્ટેશન સુધી મુસાફરી કરતા ૧૦ મુસાફરો પાસેથી રૂ. ૨૭૯૮, અનબુકડ લગેજ વાળા ૬૬૪ મુસાફરો પાસેથી રૂ ૩૨૭૮૫ દંડ પેટે વસુલવામાં આવ્યો છે. આ કામગીરી બદલ ડીઆરએમ પી.બી.નીનાવે, એડીઆરએમ એસ.એસ. યાદવ, ડીસીએમ રવીન્દ્ર શ્રીવાસ્તવ, અભીનવ જેફ અને રાકેશકુમાર પૂરોહિતને મેરીટ સર્ટીફીકેટથી સન્માનીત કરવામાં આવ્યા હતા.