અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ સ્થાનિકોને આગ્રહ અપાવવા માટે અવનવા તુક્કા કર્યા છે. એચ૧-બી વિઝાના નિયમો કડક કર્યા બાદ એકાએક ફેરવી તોળ્યું છે ત્યારબાદ ફરી નિયમો કડક કરવાનો નિર્ધાર કર્યો છે. જોકે મેક અમેરિકા ગ્રેટના વિધાનને સત્ય કરવા માટે ભારતીયને અવગણી શકાય નહીં તે ટ્રમ્પ સારી રીતે જાણી રહ્યા હોય. એચ૧-બી વિઝાધારકોના કુટુંબીજનોને રાહત આપવામાં આવનાર છે.
સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તુરંત એચ૧-બી વિઝાધારકના અથવા અન્ય કોઈ કુટુંબીજનોને અમેરિકામાં પ્રવેશ માટેના નિયમો કડક બનાવ્યા હતા. આ ડ્રાફટ જુન મહિનામાં તૈયાર કરવામાં આવ્યો હતો. અલબત ડ્રાફટ મુકવાનો મહિનો ફેબ્રુઆરી ચુકાઈ ગયો છે પરીણામે હજુ સુધી હોમલાઈન સિકયુરીટીએ તૈયારી કરી નથી.
દર વર્ષે હોમલાઈન સિકયુરીટી ૩૦ હજારથી વધુ એપ્લીકેશનોનો નિકાલ કરે છે. આ એપ્લીકેશનો વિઝાના રીન્યુઅલ માટેની હોય છે જોકે જુનથી નવા ડ્રાફટની પ્રપોઝલ હોવાથી હજુ નિયમોમાં ફેરફાર થયા નથી માટે જયાં સુધી ડ્રાફટ મુકવામાં આવશે નહીં ત્યાં સુધી એચ૧-બી વિઝા ધારકના કુટુંબીજનોને રાહત મળશે.