ભારતમાં વિદેશી રોકાણકારોની માઠી: મલેશીયન ટાયકુને ૫૦,૦૦૦ કરોડ ગુમાવ્યા
ભારતમાં વિદેશી રોકાણકારોની માઠી છે. મલેશિયન ટાયકૂને ૫૦,૦૦૦ કરોડ ગુમાવ્યા છે. મલેશિયાના ‘અંબાણી’ ટાયકૂનનો ભારતમાં ફલોપ શો રહ્યો તેમણે જંગી ખોટ કરી છે.
મલેશિયન પણ મૂળ ભારતના ટી આનંદ ક્રિશ્નને એરસેલ પ્લસ લિમિટેડ થકી ૭ બિલિયન ડોલર એટલે ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
ભારતીય મલેશિયન ટાયકૂન આનંદ ક્રિશ્નના દાખલા પરથી લાગે છે કે ભારતમા વિદેશી રોકાણકારોની તો જારે ‘માઠી’ જ બેસી ગઈ છે. આનંદા ક્રિશ્નને છેલ્લા ૧૨ વર્ષથી એરસેલ ચલાવતા હતા પરંતુ તેમણે તો જંગી ખોટ કરી હવે તેઓ નાદારીના પંથે છે.
અત્યારે ભારત સરકાર મેક ઈન ઈન્ડિયા મિશન થકી વિદેશી કંપનીઓને જયાં ભારતમાં જ ઉત્પાદન કરવાનું આવાહન આપે છે. આ સિવાય વિદેશી રોકાણકારોને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા ઈજન આપે છે ત્યારે ભારતીય મલેશિયન આનંદાએ કરેલી ખોટ શું સૂચવે છે? કોની તરફ ઈશારો કરે છે. આ સમાચાર ગ્લોબલ સ્તરે ગયા છે. એટલે વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરતા પૂર્વે ૧૦૦ વાર વિચારશે. કેમકે આ સિવાય તેમની પાસે પણ કોઈ રસ્તો કે વિકલ્પ નથી.
અહી ખાસ ઉલ્લેખનીય છે કે એરસેલનાં સંચાલક તેઓ ભારતમાં જંગી ખોટ કરી ચૂકયા પરંતુ મલેશિયામાં ‘અંબાણી’ ગણાય છે. મતલબ કે ટાયકૂન ગણાય છે. તેઓ મલેશિયન કેરિઅર મેકિસસ, એસ્ટ્રો મલિશયન હોલ્ડીંગ, મેકિસસ શેર એન્ડ સ્ટોક વિગેરે કંપની ધરાવે છે. તેઓ હવે તેના પર ફોકસ કરવા માગે છે.
આ સિવાય તેઓ સાઉથ એશિયા એફ.એમ.લિમિટેડ, ટીવી ચેનલ સન ડાયરેકટ વિગેરેના પણ સંચાલક છે. આ બિઝનેસમાં તેઓ કમાયા છે. પરંતુ મોબાઈલ ક્ષેત્રે ગળાકાપ હરીફાઈમાં ટકી શકયા નથી.
વિદેશી રોકાણકારો ભારતમાં સ્વાભાવિક રીતે જ ‘બે પૈસા’ કમાવા આવે છે. પરંતુ એવી હવા ફેલાઈ ગઈ છે કે વિદેશી ઈન્વેસ્ટરોએ અહીપૈસા મૂકવા પડે છે, ખર્ચા કાઢવાની કે કમાવાની વાતતો દૂર ! ટી.આનંદા ક્રિશ્નને એર સેલ થકી કરેલુ ઈન્વેસ્ટમેન્ટ ફલોપ શો થયો!