ગુજરાત સરકાર ચોક્કસ પણે દારુબંધીનો દાવો કરે છે. કાગળ પર લખાયેલ નિયમોનો અમલ કેટલા ટકા ? શહેરોમાં ખુલ્લેઆમ દારુનાં વેપારીઓ અને અડ્ડાઓ જોવા મળે છે. બુટલેગરો વિરુધ્ધક દાણીખરી ફરીયાદો નોંધાય છે. અને હજારો રુપિયાનો દારુ પકડાય છે. આજ સુધી સરકારે કોઇ ચોક્કસ ખુલાસો આપ્યો નથી કે, બુટલેગરો પાસેથી પકડાયેલ દારુનો જથ્થો ક્યાં જાય છે. અથવા તો કડક પગલાં લેવામાં સરકારી નતી કેટલા અંશે સફળ રહી.
તાજેતરમાં અમદાવાદ શહેરમાં બુટલેગર વિરુધ્ધ ૨૨૩૯ ફરિયાદ પોલીસને મળી છે. આવનાર સમયમાં એ જોવું રહ્યું કે પોલીસની કામગીરી ક્યાં સુધી ખુલ્લેથી ધસમસતા અડ્ડાઓ અને દારુનાં વેપારીઓ માટે રોક લગાવતી સાબિત થશે.
ગુજરાતનાં રાજ્યો અને મોટાં શહેરોમાંથી પોલીસ ચોકીમાં અનેક ફરિયાદ નોંધાઇ છે. સુરત, રાજકોટ, અમદાવાદ, નવસારી, બનાસકાંઠા વગેરે સ્થળોએથી દારુનાં અડ્ડાઓની અને બુટલેગરોની વિરુધ્ધમાં ફરિયાદો આવતી જ રહે છે. પોલીસ આવાં દારુનાં નેટવર્કને રોકી શકશે કે નહીં ?