નરેન્દ્ર મોદી અને જોર્ડનના કિંગ અબ્દુલ્લા ઇન્ડિયન ઇસ્લામિક સેન્ટરના કાર્યક્રમમાં સામેલ થયા
નરેન્દ્ર મોદી અને જોર્ડનના કિંગ અબ્દુલ્લા બિન અલ હુસૈન ગુરુવારે ઇન્ડિયન ઇસ્લામિક સેન્ટરના કાર્યક્રમમાં સામેલ થયા. જેમાં બંને નેતાઓએ ઇસ્લામીક વિરાસત પર પોતાની વાત રજુ કરી. પીએમ મોદીએ કહ્યું કે ઇસ્લામની વિરાસતને વ્યકત ન કરી શકાય પરંતુ તેને અનુભવી શકાય છે. માનવતાની વિરુઘ્ધ જુલમ કરનારાઓએ નથી જાણતા કે નુકશાન તેમના ધર્મનુઁ પણ થાય છે જેના માટેે તેઓલડવાનો દાવો કરે છે. બીજી તરફ અબ્દુલ્લાએ કહ્યું કે ઇસ્લામમાં નફરતનું કોઇ સ્થાન નથી. આતંકવાદને તેની સાથે જોડવું જોઇએ. મહત્વપૂર્ણ છે કે કિંગ અબ્દુલ્લા મંગળવાર રાત્રે ૩ દિવસના પ્રવાસે ભારત આવ્યા ત્યારે મોદી તેમને રીસીવ કરવા એરપોર્ટ ગયા હતા.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઇસ્લામની સાચી ઓળખ બનાવવા માટે તમારી મહત્વપૂર્ણ ભૂમીકાને વર્ણવી ન શકાય તેને માત્ર અનુભવી શકાય છે. યોર હાઇનેસ પ્રિન્સના જે પુસ્તકનો હાલ ઉલ્લેખ થયો તે પણ જોર્ડનમાં તમારા પ્રયાસોનું એકશાનદાર પરિણામ છે મને આશા છે કે તેનાથી લોકોને ઇસ્લામને સમજવામાં મદદ મળશે અને દુનિયાભરના યુવા ચોકકસ વાંચશે આપે જે રીતે ભારત આવવાનું મારું આમંત્રણ સ્વીકાર્યુ તે ભારત પ્રત્યે આપનોસ્નેહ દર્શાવે છે. યોર મેજેસ્ટી તમે (કિંગ અબ્દુલ્લા) સ્વય વિદ્વાન છો અને ભારતને ઘણી સારી રીતે ઓળખો છે. તમે સારી રીતે જાણો છો કે દુનિયાના તમામ મોટા ધર્મ ભારતના પ્રસર્યા છે. દુનિયાભરના ધર્મ અને મત ભારતની માટીમાં ઉછર્યા છે. અહીંની હવામાં તેઓએ શ્ર્વાસ લીધો છે શાંતિ અને પ્રેમની ખુશબુ ભારતમાંથી સમગ્ર દુનિયામાં ફેલાઇ છે તેણે આપણને સાચો માર્ગદર્શાવ્યો છે.
મોદીએ કહ્યું કે, ભારતના જનમાનસમાં એવો અહેસાસ છે કે, દરેક ધર્મની રોશનીમાં એક જ નુર છે. ભારતનું પાટનગર દિલ્હી જુની માન્યતાઓ પ્રમાણે ઇન્દ્રપ્રસ્થ છે. અહીંથી સુફી સંતો પણ થયા છે. સૈફુદ્દીન ઔલિયા પણ અહીંથી જ છે આ ભારતમાં ગંગા જમના જેવી પરંપરાનો મેળ છે. ભારત અને ભારતીયોએ આખી દુનિયાને એક દુનિયા માનીને પોતાની ઓળખ બનાવી છે સાંસ્કૃતિ વિવિધતા જ ભારતની ઓળખ અને વિશેષતા છે દરેક ભારતીયને તેમની આ વિશેષતા ઉપર ગર્વ છે. પછી ભલે તે ગમે તે ધર્મ કે જાતીનો હોય હોળીના થોડા જ સમય પછી રમજાનનો મહિનો આવશે. આ અમુક ભારતીયો માટે ઉદાહરણ છે. ભારત દુનિયાના સૌથી મોટા લોકતંત્ર અને રાજકીય વિવિધતાનો આધાર છે.