ઓર્ગેનિક રંગોથી હોળી રમો: ડો. સુરેશ જોષીપુરાની સલાહ
રંગોથી રમવું કોને ન ગમે? બાળકોથી લઈને વૃધ્ધો પણ રંગોથી રમવા માટે ઉત્સાહિત હોય છે. માનુનીઓ જે પોતાના દેખાવ તથા અંગોની કાળજી રાખતી હોય છે. તે પણ તહેવારોના મોહમાં બધુ ભૂલી જાય છે. ધુળેટી રમતી વખતે કાળીજી લેવામાં ન આવે તો ખુશીનો ઉત્સાહ થંભી જતો હોય છે.
બજારમાં ઉપલબ્ધ વિવિધ રંગો જે કેમિકલયુકત છે. તેનાથી શરીરની ચામડી તથા આંખને ખૂબજ નુકશાન પહોચાડતું હોય છે. શરીર પર રંગોને કારણે વિવિધ રોગોની અસર થાય છે. જેમકે શરીર પર લાલ ચકામા પડવા, ફોલ્લી થવી તથા ખૂબજ વધુ પ્રમાણમાં ખંજવાળ આવવી તથા એલર્જી થાય છે.
તેના ઉપચાર માટે કે.બી. પંડયા હોલી રમવા જતા પહેલા શુકાળજી રાખવી તથા હોળી રમતી વખતે શુ કાળજી રાખવી તેની સલાહ આપતા જણાવે છે કે હોળી રમવા જતા પહેલા શરીરની સ્કીન ડ્રાય ન રહે તે માટે નાળીયેરનાં તેલનો ઉપયોગ અથવા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ કલર્સ વાળને નુકશાન પહોચાડતા હોવાથી વાળમાં તેલ નાખવું જેથી ડાયરેકટ કલર્સ વાળના સ્કાલ્પ સુધી પહોચે જેથી વાળને વધુ નુકશાન ન થાય તથા શરીર પરથી પાકા રંગ કાઢવા માટે પણ લીંબુના રસનોઉપયોગ કરી શકાય છે. જેથી શરીર પરથી સરળતાથી રંગો કાઢી શકાય છે. તથા સ્કીન સ્પેશિયાલીસ્ટ ડો. સુરેશ જોષીપુરા જણાવે છે કે બની શકે ત્યાં સુધી શરીરને વધુ ઢાંકી શકે તેવા કપડા પહેરવા જેથી રંગો ડાયરેકટ શરીર પર ન જાય અને શરીરને બની શકે તેટલુ ઓછુ નુકશાન પહોચે તથા ઓર્ગેનીક કલરથી હોળી રમવાની સલાહ આપતા જણાવે છે કે કુદરતી રંગોથી હોલી રમવી જેમકે કેસુડાના ફૂલથી બનતા કલર જેને લીધે શરીરના અંગોને નુકશાન ન થાય.
ફાગણ ફોર્યો અને કેસુડો મહોર્યો
રંગોના તહેવાર હોળીમાં કેસુડો ખીલી ઉઠયો છે. સામાન્ય રીતે શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં ખાખર કેસરીયો કેસુડો આવે છે. આજે ફુટપાથને કેસરી ચાદર પહેરાવતો આ કેસુડો હોળીની પ્રતિતિ કરાવી રહ્યો છે.