ઈસ્ટ ઝોનમાં એચડીએફસીનું એટીએમ, ભંગારનો ડેલો સહિત ૫૮ મિલકતો, વેસ્ટ ઝોનમાં ૮ મિલકતો અને સેન્ટર ઝોનમાં ૨૮ મિલકતો સીલ: બે બાકીદારોના નળ જોડાણ કપાયા
ચાલુ નાણાકીય વર્ષમાં બજેટમાં આપવામાં આવેલા રૂ.૨૫૫ કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટેકસ બ્રાંચ દ્વારા આજી હાર્ડ રીકવરીનો દોર શ‚ કરવામાં આવ્યો છે. મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના આદેશ બાદ આજે ટેકસ બ્રાંચે ધોકો પછાડયો હતો અને બપોર સુધીમાં ત્રણેય ઝોન કચેરીમાં ૯૪ રીઢા બાકીદારોની મિલકત સીલ કરી દેવામાં આવી હતી.
ઈસ્ટઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ અને ૧૭માં અલગ અલગ ટીમો દ્વારા રીકવરીની કામગીરી હા ધરવામાં આવી હતી. ૮૨ મિલકતોમાં રીકવરીની કામગીરી હા ધરાઈ હતી જે અંતર્ગત ૫૮ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી અને ૩૨ લાખની વસુલાત કરવામાં આવી હતી.
સેન્ટ્રલ ઝોન કચેરીમાં વેરા વસુલાત શાખા દ્વારા આજે વોર્ડ નં.૨,૩,૭,૧૩ અને ૧૪માં જામનગર રોડ, જંકશન પ્લોટ, ગોંડલ રોડ, કૃષ્ણનગર મેઈન રોડ, પંચશીલ સોસાયટી, સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરીયા, મણીનગર, ચંદ્રેશનગર મેઈન રોડ અને માસ્ટર સોસાયટીમાં ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત ૨૮ બાકીદારોની મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જયારે ૨ યુનિટના નળ જોડાણ કપાત કરાયા હતા. આજે કુલ ૩૨.૫૦ લાખની વસુલાત કરાઈ હતી.
જયારે વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રવી રાંદલ પાર્ક, નાના મવા મેઈન રોડ અને ઓમનગર સહિતના વિસ્તારોમાં ટેકસ રીકવરીની કામગીરી દરમિયાન ૮ બાકીદારોની મિલકતને તાળા મારી દેવામાં આવ્યા હતા. જયારે કાલાવડ રોડ પર જયુપીટર દેવકોમ પ્રા.લી.(ભાડુત મેકડોનાલ્ડ)ને રૂ.૮.૨૮ લાખનો બાકી વેરો વસુલવા માટે મિલકત જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ ટેકસ રીકવરીની કામગીરી ચાલુ રાખવામાં આવશે.