સાથણીની જમીનના મુદે બે યુવાનોએ કલેકટર કચેરી અને સીએમ બંગલે આત્મવિલોપનની ચીમકી આપી’તી: બંને સ્થળે પોલીસનો ચાપતો બંદોબસ્ત

સાથણીની જમીન મુદે બે યુવાનોએ આજે કલેકટર કચેરી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના બંગલે આત્મવિલોપન કરવાની ચીમકી આપતા સવારથી જ પોલીસને ભાગદોડ થઇ પડી હતી. જોકે ચીમકી આપનાર બંને યુવાનને ગોંડલથી અટકાયત કરી લીધી છે. તેમ છતાં સલામતિ માટે બંને સ્થળે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ સાંથણીની જમીનના મુદે છેલ્લા ઘણા સમયથી સરકારી કચેરીના ઘકા ખાતા રાજેશ મકવાણા અને મહેન્દ્ર સરવૈયા નામના યુવાનોને સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિભાવ ન મળતા બંને યુવાનોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી.

બંને યુવાનોની આત્મવિલોપનની ચીમકીના પગલે આજે સવારથી જ મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણીના રાજકોટ સ્થીત નિવાસસ્થાને તેમજ કલેકટર કચેરી ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે બંને યુવાનોને ગોંડલ પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.