કઠોળ, તેલીબીયા અને કપાસના બમ્પર ઉત્પાદનની અપેક્ષા ટેકાના ભાવમાં ખેડૂતોને સમસ્યા ન સર્જાય તે સુનિશ્ર્ચિત કરશે સરકાર
વર્ષ ૨૦૧૭-૧૮માં રેકોર્ડબ્રેક ૨૭૭૫ લાખ ટન અનાજના ઉત્પાદનની ધારણા છે. પરિણામે દેશના અનાજના ભંડારો છલકાઈ જશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. તાજેતરમાં કૃષિ મંત્રાલયે જાહેર કરેલા અંદાજપત્ર અનુસાર સરકારના પગલાના કારણે દેશમાં અનાજનું ઉત્પાદન વધશે.
ઉત્પાદનમાં વધારો ાય તે માટે બેંકો અને ધિરાણ સંસઓને સરળ પ્રક્રિયા અનુસરવા કેન્દ્રીય મંત્રાલયે સુચન કર્યું છે. કઠોળ, તેલીબીયા અને કપાસમાં લઘુતમ ટેકાના ભાવ માટે કેન્દ્રના નિર્ણયોી રાજય સરકારોને ખૂબજ સહાયતા મળી છે. રાજસન, પંજાબ તેમજ ઉત્તરપ્રદેશના પશ્ર્ચિમ ભાગના ખેડૂતોએ રવી પાકની જગ્યાએ કઠોળનું ઉત્પાદન લેવા વધુ ધ્યાન આપ્યું હોવાના કારણે આગામી કૃષિ વર્ષમાં કઠોળનું પણ બમ્પર ઉત્પાદન થાય તેવી શકયતાઓ છે.
અલબત કૃષિ મંત્રાલયના રિપોર્ટ અનુસાર ગત વર્ષ (૨૦૧૬-૧૭) કરતા ચાલુ વર્ષે ઘઉં અને તેલીબીયાનું ઉત્પાદન ઘટશે. ઘઉં સીવાયના અન્ય તમામ શિયાળુ પાકોનું ઉત્પાદન વધી જશે. મંત્રાલયે ચાર એડવાન્સ એસ્ટીમેન્ટ જાહેર કર્યા છે. અગાઉના અંદાજ મુજબ દેશમાં રવી પાકોનું પ્રમાણ વધુ હતું. જો કે, નવા આંકડાનુસાર તમામ ઉત્પાદનો એકંદરે સારા પ્રમાણમાં થશે.
૨૦૧૭-૧૮ જુલાઈ-જૂન કૃષિ વર્ષ દરમિયાન ૨૭૭૫ લાખ ટન અનાજના ઉત્પાદનની ધારણા હોવાી સરકારને અનાજના સંગ્રહ માટેની પણ તૈયારી કરવી પડશે. દેશમાં મોટાભાગનું અનાજ તેમજ કૃષિ પાક સંગ્રહ શક્તિમાં અભાવ અને લાપરવાહી હોવાના કારણે બગડી જાય છે. આ વાતને ધ્યાને રાખી કોલ્ડ સ્ટોરેજ તેમજ ગોડાઉન સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ થાય, રોડ-રસ્તા સારા બને તેના પર સરકારે ધ્યાન આપવું જરૂરી બની ગયું છે.
ગત વર્ષની સરખામણીએ આગામી વર્ષે અનાજનું ઉત્પાદન સા‚ રહેવાની ધારણા હોવાના કારણે અનાજના ભંડારો છલકાઈ જશે તેવી પણ આશા વ્યકત કરવામાં આવી છે. ખેડૂતોને પાકના સારા ભાવ મળી રહે તે સુનિશ્ર્ચિત કરવા પણ તૈયારી દાખવાઈ છે. લઘુતમ ટેકાના ભાવ મામલે સરકારના નવા નિયમો ખેડૂતોને રાહતરૂપ રહેશે તેવી અપેક્ષા છે.
ખેડૂતોનેપોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર ડબલ ખરીદી કરશે
ખેડૂતો પાસેી રાજય સરકાર તેલીબીયા અને કઠોળની બે ગણી ખરીદી કરી શકે તે માટે કેબીનેટે મંજૂરી આપી દીધી છે. ભારત સરકાર બહોળા પ્રમાણમાં કઠોળની ઈન્ડોનેશીયા, મલેશીયા અને અર્જન્ટીના પાસેી ખરીદી કરે છે. જો કે, ઘર આંગણે જ ઉત્પાદન બહોળુ લેવાય તે માટે પ્રોત્સાહન
આપવાનું સરકારે શરૂ કર્યું છે. સરકારે ખેડૂતો પાસેી કઠોળ ખરીદવા માટે ૧૯૦૦૦ કરોડ અગાઉી જ ફાળવી દીધા છે.
આગામી વર્ષમાં વિદેશી આવતા ખાદ્ય તેલનું તિજોરી પરનું ભારણ રૂપિયા ૬૫૦૦૦ કરોડ સુધી ઓછુ થાય તેવી અપેક્ષા મોદી સરકારની છે. માટે ભારતમાં જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ર્ચિત સરકાર કરશે.