સારા કામની શરૂઆત કરતા રાજકોટ શહેર પોલીસે હેલ્મેટનાં નિયમો સખ્ત બનાવવા માટે સૌપ્રથમ પોલીસ કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. રોજ બે પોલીસ સ્ટેશન દ્વારા જે તે વિસ્તારમાં હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. રોજ બે પોલીસ સ્ટેશન દ્વારા જે તે વિસ્તારમાં હેલ્મેટ અવેરનેશ માટે ડ્રાઈવ ગોઠવવાનું આયોજન થયું છે. એ ક્રમમાં પ્રધ્યુમનનગર પોલીસ મથક તેમજ એ-ડિવિઝન પોલીસે આ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો અનુસાર લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે અને લોકો સ્વયં શિસ્ત અને કાયદાનું પાલન કરે એવા આશયી શહેર પોલીસે સારા કામની શરૂઆત પોતાની શરૂ કરી એક સંદેશો આપવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. હેલ્મેટ પહેરવા ન પહેરવા અંગે લોકોમાં મતમતાંતર અને બહાનાઓ હાથ વગા હોય છે.
હેલ્મેટ સો લઈને ફરવા અંગે અને ન ફાવતી હોવાના બહાનાઓ વરસે શહેર પોલીસનાં પ્રશંસનીય પગલાને સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
ટ્રાફિક પી.એસ.આઈ. એ.એલ.ઝાલાએ ‘અબતક’ને આપેલી માહિતી અનુસાર પોલીસ કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવાની ડ્રાઈવનો આરંભ એ-ડીવી તેમજ પ્ર.નગર પોલીસ થકી શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત જે પોલીસ કર્મચારીએ હેલ્મેટ નહીં પહેરેલી હોય એમના પાસેથી પણ નિયમ મુજબ દંડની રકમ વસુલવામાં આવનાર છે. પોલીસ સ્ટેશનોએ આવતા લોકોમાં પણ આ અંગે જાગૃતિ આવવાની શરૂઆત થાય એ માટે નિયમોનુસાર દંડ વસુલવા કામગીરી શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ અંગેની જાગૃતિ માટે લોકોમાં દાખલો બેસાડવાનાં ઉદ્દેશી શરૂ કરવામાં આવેલ. આ કાર્યવાહી કેટલો સમય ચાલે છે અને આ કાયદાનું અમલીકરણ કરવાની લોકોની માનસીકતા કેટલે અંશે બદલાય છે એ આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.