વિમલનાથસ્વામી જૈન દેરાસર ખાતે ભાવયાત્રા યોજાઇ હતી ફાગણ સુદ તેરસનાં પાવન દિવસે ભાવિકોએ પાલીતાણાની છ ગાઉની યાત્રાની આબેહુબ પ્રતિતિ કરી હતી. પૂ. કેસી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ભાવિકો ઉત્સાહભેર ભાવયાત્રામાં જોડાયા હતા. ૬૭૫ જેટલા ભાવિકોએ ભાવયાત્રામાં પવિત્ર તીર્થધામ પાલીતાણાની છગાઉ યાત્રાની પ્રતિતિ કરી ધન્યતા અનુભવી હતી.
ફાગણ સુદ તેરસના પાવન અવસરે વિમલનાથસ્વામી જૈન દેરાસર ખાતે થયેલા ભાવયાત્રાના આયોજનો ભાવિકોએ ઉમંગ ભેર લાભ લીધો હતો.