યોગા અને પ્રાચીન ભારતીય જીવન પ્રઘ્ધતિ છે જેનાથી શરીર, મન અને અત્માને એકાસાથે લઇ યોગા કામ કરે છે. યોગાના માઘ્યમથી શરીર, મન અને માનસીક ને પૂર્ણ સર્વે સ્વસ્થ થાય છે. યોગા નિયમીત રુપે કરવાથી બીમારીનું નિદાન થાય યોગાને નિયમીત રુપે અપનાવાથી શારીરિક અને માનસીક તકલીફ દુર થાય છે. કેટલાક લોકો શરીરને ફિટનેસ મેઇન્ટેઇન કરવા માટે કલાકો પસીના બહાવીને અને કઇ લોકો ડાયંટીગ કરીને પોતાનું મન મારે છે. પરંતુ તો પણ લોકોને ફીટનેશ નથી મળતી, શરીરને પૂરી રીતે ફીટ રાખવા માટે યોગાએ બેસ્ટ વિકલ્પ છે. હાલની સમયની વાત કરીએ તો લોકો યુવાઓ વિઘાર્થીઓ અને સીનીયર સીટીઝનો દ્વારા વ્યાયામ કરીને સારું સ્વાસ્થ્ય મેળવવા પર ખાસ ઘ્યાન રાખવા લાગ્યા છે. યોગા વિશે વધુ માહીતી આપતા યોગ ઇન્સ્ટ્રકટર જુગનુ સોનપાલે જણાવ્યું કે બેલીફેટ ઘટાડવા માટે પશ્ર્ચીતોતમ આસન, ચકિ આસન અને બીજા પ્રાણાયમ નિયમીત રુપે કરવા જોઇએ. આ બધા આસન ડેઇલી રુટીનમાં સુતા સુતા ચેર પર બેસીને અને ટીવી જોતા જોતાપણ કરી શકીએ. રોજ નિયમીત રુપે ડેઇલી પ્રાણાયમ તો કરવા જ જોઇએ. ડેઇલી રોજ ની પાંચ મીનીટ પ્રાણાયમ કરીએ તો એનાથી બેનીફીટ થાય છે.
સ્ટ્રેસ અને ડીપ્રેશનમાંથી બહાર નીકળવા માટે કપાલ વતી આસન કરવા જોઇએ. જે લોકો ભણતા હોય કે કોલેજના યંગસ્ટર હોય તેને નિયમીત રુપે ભ્રામણી પ્રાણાયમ, કપાલ વતી અને લો અનુવિલમ આ ત્રણેય પ્રાણાયમ પાંચ-પાંચ મીનીટ કરવા જોઇએ જયારે મહીલાને મેનોપોઝ આવે તે દરમિયાન તેનું મુડસ્વિગ થાતું હોય, ગુસ્સો આવતો હોય, હોટ ફલેશીઝ થતાં હોય અને ચીડીયો સ્વભાવ થઇ જાય ત્યારે એમાંથી બહાર આવવા માટે આ બધા જ આસનો સ્ત્રીને મદદરુપ થઇ શકે છે.
વજન ઉતારવા માટે પણ ર૦ થી પ૦ મીનીટ રોજ યોગા કરવા જોઇએ. વોર્મઅપ થી ચાલુ કરી બધાં જ યોગા નિયમીત રુપે કરવા જોઇએ અને સૂર્યનમસ્કાર બાળકોની હાઇટ વધારવા માટે બાળ આસન અને વૃક્ષાસન કરવા જોઇએ અને પ્રાણાયમમાં લોઅનુવિલમ અને ભ્રામણી પ્રાણાયમ કરવા જોઇએ એનાથી બાળકોની મેમરી સ્ટ્રોંગ થાશે ડેઇલી સુર્યનમસ્કાર અને પ્રાણાયમ કરવા જોઇએ તેનાથી આખુ બોડી ફીટ રહે છે.