પાન-મસાલા ગુટકાની પ્રખ્યાત બ્રાન્ડનો નકલ માલ બનાવી વેચવા માટે પોલિસ વિભાગે છ વ્યક્તિઓની ધરપકડ કરી. ગુજરાતાનાં સુરત શહેરમાંથી વરાછા વિસ્તારમાં વિમલ કં૫નીનો બનાવટી જથ્થો પકડી પાડ્યો. પોલિસે લાખોની કિંમતની મશીનરી, ગુટખા બનાવવા માટેના અન્ય સાધનો, પેકિંગ સામગ્રી સહિત મોટાપાયે ગુટખાનો નકલી જથ્થો પકડ્યો. વેચાણ કરતી ટોળકીને પોલિસે સંકજામાં લઇ આગળની કાર્યવાહ હાથ ધરી છે. સુરતનાં સકંજામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતનાં જવાહર નગર ઇન્ડસ્ટ્રીયલ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરનાં વિભાગમાં કેટલાંક શખ્સો દ્વારા ડુપ્લીકેટ ગુટકાનું કારખાનું ચાલતું હોવાની બાતમીને આધારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે સ્થળ પર છાયો મારી અચાનરુ રેડ પાડી છ આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં.
નાનાં ગામડાઓથી લઇને શહેરી વિસ્તારમાં વધુ વેચાતી પાન-મસાલા પડીકીની બ્રાન્ડ વેલ્યુને આધારે આ છ શખ્સોએ આ કામ માટેની ગુનાહિત પ્રવૃતિ કરી હતી. હાલમાં સુરત શહેર પોલિસે સમગ્ર ઘટનાની વધુ વિગતોની તપાસ ચાલુ રાખી છે અને આ કારસ્તાનમાં ભાગીદારીથી ચાલતાં છ શખ્સોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે.