ઈન્ટરનલ અને બોર્ડના એમ કુલ મેળવીને ૩૩ પાસિંગ માર્ક વિદ્યાર્થીઓએ મેળવવાના રહેશે
સીબીએસઈએ ધો.૧૦ બોર્ડની પરીક્ષા પાસ કરનારાઓને મોટી રાહત આપી છે. બોર્ડે આ વર્ષે પાસિંગ માર્કમાં સુધારા કર્યા છે. આ નિયમ અંતર્ગત હવે વિદ્યાર્થીઓએ ટોટલ ૩૩ ટકા માર્ક લાવવાના રહેશે ખાસ વાત તો એ છે કે તેમાં ઈન્ટરનલ એસેસમેન્ટ માકર્સ પણ આવી જશે. માટે ઈન્ટરનલ અસેસમેન્ટના ૨૦ અને બોર્ડના ૮૦ એમ ૧૦૦ માર્કની પરિક્ષા યોજવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ સેક્ધડરી એજયુકેશન બોર્ડે મંગળવારે આ નોટીસ જાહેર કરી હતી. સીબીએસઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે આ નિર્ણય વિદ્યાર્થીઓને રાહત આપવા માટે લેવાયો છે. ૫ માર્ચથી શ‚ થનાર ધો.૧૦ની પરીક્ષામાં ૮ વર્ષ બાદ આ ઈન્ટરનલ પરીક્ષાને ફરજીયાત કરવામાં આવી છે. આ પૂર્વ બોર્ડ સીસીઈ સ્ક્રીમ સાથે બોર્ડની પરીક્ષાને વિકલ્પમાં રાખી હતી. ત્યારે સીસીઈ સીસ્ટમને પાછુ ખેંચી લેવાયું છે. સીબીએસઈ ચેરપર્સન અનીતા કરવાલ દ્વારા બહાર પાડેલી નોટીસ મુજબ એકઝામિનેશન કમીટીએ આ વખતે દસમાં ધોરણના પરીક્ષાર્થીઓને છૂટ આપી છે.
કારણ કે નવા સત્રમાં ફેરફારો થઈ શકે છે. સીબીએસઈ બોર્ડ ધો.૧૦ના પરીક્ષાર્થીઓએ કોઈ પણ વિષયમાં ઈન્ટરનલ માકર્સ મેળવીને કુલ ૩૩ ટકા લાવવાના રહેશે. આ નિયમો નેશનલ સ્કિલ્સ કવોલીફીકેશન સ્કીમ અંતર્ગત પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ પર પણ લાગુ પડશે. પાંચ મોટા વિષયોમાં, બે ભાષા, વિજ્ઞાન, ગણીત અને સમાજશાસ્ત્ર છે ત્યારે વોકેશ્નલ વિષય માટે ઈન્ટરનલ એસેસમેન્ટના ૫૦ નંબર રહેશે.