મેટોડા પાસેના સુવાગ ગામે ડાયરેકટ કનેકશન મારફતે વીજચોરીમાં રૂ. ૫૪
હજારનું બીલ ફટકાર્યું ‘તું’
લોધીકા તાલુકાના મેટોડા નજીક સુવાગ ગામે રહેતા ભગવાનજીભાઈ નાથાભાઈ ઘર વપરાશનું વીજ સ્થાપનને ચેક કરતા ઘરથી દુર ખેતીવાડીનું ટી.સી. છે. ટી.સી.માંથી લંગર નાખી મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા હતા. સ્થળ તપાસ કરી ચેક કરતા વીજ ચોરી માલુમ પડેલ. જેથી તેઓને રૂ.૫૪૪૩૫.૩૮ પૈસાનું બીલ આપવામાં આવેલું. સદરહું બીલ બીજી વખતની ચોરીનું આપેલું. જેથી તેઓની વિરુઘ્ધ વીજચોરીની ફરિયાદ નોંધાવેલી સદરહું કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવેલો હતો.
સદરહું કેસના કોર્ટના ન્યાયમુર્તી ડી.ડી.ઠકકરે કેસના સંજોગો બીજી વખતની ચોરીમાં વીજચોરીની રકમથી છ ગણો દંડ કરવાની જોગવાઈ હોય હાલના કેસમાં વીજ ચોરીની રકમ રૂ.૫૪૪૩૫ છ ગણો દંડ તથા ટી.આર.સી.ની સજા ફટકારવાનો હુકમ ફરમાવેલો છે. આરોપીએ વીજચોરીનું બીલ રૂ.૫૪,૪૩૫પૈસા પીજીવીસીએલમાં ભરપાઈ કરી આપેલા હોય આરોપીને કરેલ દંડમાંથી વળતર પેટે પીજીવીસીએલને વધુ રૂ.૧,૪૧,૫૩૨ ચુકવવાનો આદેશ કરેલો છે.
આ કામમાં મુળ ફરિયાદીની પીજીવીસીએલ વતી રાજકોટના ધારાશાસ્ત્રી જીતેન્દ્ર મગદાણી તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ સ્મીતાબેન અત્રી રોકાયેલા હતા.