ઠાકોર-કોળી વિકાસ નિગમના ઉપક્રમે યોજાયો ગૌરવશાળી સમારોહ
મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં પછાત, વંચિત, શોષિત, પીડિત હરેક સમાજવર્ગોની આર્થિક-સામાજીક ઉન્નતિ માટે સરકારે બજેટમાં ૩૬૪૧ કરોડ ‚પિયાની માતબર ફાળવણી કરી છે. સબ સમાજકો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના એ આ સરકારની નેમ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમના ઉપક્રમે યોજાયેલા સમારોહમાં ૯૩૯ લાભાર્થીઓને ૬ કરોડ ‚પિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યુ હતું.
મુખ્યમંત્રીએ ધર્મ-જાતિ કોમવાદથી દુર રહી રાષ્ટ્રવાદ- સમાજ ઉન્નતિના માર્ગે આ લોન સહાય યુવ વર્ગો માટે નવી દિશા આપનારી બનશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
વિજયભા ‚પાણીએ કહ્યું કે, હવેનો સમય વિશ્ર્વ સાથે કદમ મિલાવી પ્રગતિ વિકાસની તેજ રફતારનો છે. ત્યારે, સમાજના વંચિત વર્ગોની યુવાશકિત પણ તેની સાથે બરોબરી કરી શકે તેવી સક્ષમ બનાવવા સરકારે વિશેષ ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે.
તેમણે ઉમેર્યુ કે શિક્ષણ જ વિકાસનો આધાર છે. તેથીસૌ સમાજ વર્ગોમાં શિક્ષણનો વ્યાપ વિસ્તારવા રાજય સરકારે સમરસ છાત્રાલાયો, તાલુકે તાલુકે વિજ્ઞાન પ્રવાહ સહીતની શાળાઓ, તેજસ્વી વિઘાર્થીઓને અભ્યાસ સ્કોલરશીપ અને શિષ્યવૃતિ સહાય આપીને ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ નો ભાવ સેવ્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આ સરકાર યુવાશકિતના કૌશલ્ય વિકાસથી સ્કીલ ડેવલપમેન્ટથી રોજગાર અવસર આપવા પ્રતિબઘ્ધ છે.