જૂની અદાવતના કારણે વાડીએ ગોંધી રાખી મોબાઇલ અને રોકડ લૂંટી બંને શખ્સો ફરાર

દેવભૂમિ દ્વારકાના પ્રૌઢનું જૂની અદાવતના કારણે બે શખ્સોએ અપહરણ કરી અણીયાળી નજીક વાડીએ લઇ જઇ છરીના ઘા ઝીંકી મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાના અણીયારી ગામે રહેતા દેવુભા સાજણભા સુમાણીયા નામના ૫૮ વર્ષના પ્રૌઢનું જૂની અદાવતના કારણે ખતુબા ગામના માયા વીરા સુમાણીયા અને એભા વીરા સુમાણીયા નામના શખ્સોએ અપહરણ કરી સીમમાં લઇ જઇ છરીથી ખૂની હુમલો કરી ‚ા.૧૫૦૦ની કિંમતના મોબાઇલ અને ‚ા.૧૬૦૦ રોકડાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે માયા વીરા અને તેના ભાઇ એભા વીરા સામે અપહરણ, લૂંટ અને ખૂનની કોશિષ અંગેનો ગુનો નોંધી પી.એસ.આઇ. એલ.ડી. ઓડેદરા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.