હળવદ પોલીસએ છેલ્લા છ માસથી વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપીલય ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  મોરબી જીલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીની સુચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ મથકના  પી.એસ.આઈ. સી.એચ.શુક્લ તેમજ પોલીસ સ્ટાફ ને  ખાનગી રાહે મળેલ બાતમી ને આધારે આરોપી અરવિંદભાઈ કિશોરભાઈ ગુજરાતી (ઉ.૨૪) રહે-સરકાર સોસાયટી શેરી નં-૬ રાજકોટ તથા પ્રશાંતભાઈ પ્રવીણભાઈ બારોટ (ઉ.૨૮) રહે-મોરબી વાવડી રોડ સુમતિનાથ સોસાયટી વાળાને સરા ચોકડી નજીકથી ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.