છેલ્લા ત્રણ વર્ષમાં ૧૪૪ પ્રસ્તાવિક ડીલમાંથી માત્ર ૧૦ જ પરિપૂર્ણ
પોલીસીમાં અસમાનતા અને બ્યુરોક્રેસીના જડ વલણી ‘મેઈક ઈન ઈન્ડિયા’ હેઠળ શ બનાવવાની યોજના ભાંગી પડી. ઘર આંગણે શો બનાવવા સરકારે મસમોટી યોજના અને પ્રોત્સાહનોની તૈયારી કરી હતી. પરંતુ સમગ્ર પ્રોસેસની કમર ભાંગી ગઈ હોય તેવું જણાય રહ્યું છે. છેલ્લા ૩ વર્ષમાં પ્રસ્તાવિત યેલી ૧૪૪ ડિલ પૈકીની માત્ર ૧૦ ટકા જ ડિલ પરિપૂર્ણ થઈ હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
જુનીયર ડિફેન્સ મીનીસ્ટર સુભાષ ભામરે દ્વારા રજૂ યેલા પાવર પ્રેઝન્ટેશનમાં આ વાતનો ઉલ્લેખ છે. ઘર આંગણે શોના ઉત્પાદન માટે ૧ થી વધુ નીતિ તેમજ કોઈ એકની જવાબદારી ફિકસ ન હોવાના કારણે સમગ્ર પ્રક્રિયા ભાંગી પડી છે. શો ખરીદવા ઈચ્છુક પેઢીઓ ભારતીય સીસ્ટમી કંટાળી ગઈ છે.
‘મેઈક ઈન ઈન્ડિયા’ હેઠળ શોના ઉત્પાદનની પોલીસીમાં મસમોટો તફાવત જોવા મળી રહ્યો છે. પરિણશમે મેઈક ઈન ઈન્ડિયા યોજનાને પણ અસર થાય તેવી દહેશત છે. આંકડાનુસાર શરૂ ઉત્પાદન માટેની એક ફાઈલ કલીયર તાં આ પોલીસી હેઠળ અધધધ… ૧૨૦ અઠવાડિયા લાગે છે. ૨૦૧૬ી અત્યાર સુધીમાં મીનીસ્ટરી ઓફ ડિફેન્સ દ્વારા ૬ વખત કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ તુરંત જ ભારતીય સૈન્યને વિદેશી શો ઉપર આધારિત ન રહેવું પડે તે માટે ઘર આંગણે જ હળવા શો બનાવવાનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. જેને ‘મેઈક ઈન ઈન્ડિયા’ પ્રોજેકટ હેઠળ આવરી લેવાયો હતો. પરંતુ પોલીસીમાં અસામનતા અને બ્યુરોક્રેસીનું જડ વલણ આ પ્રોજેકટને ગુંગળાવી રહ્યો છે. છેલ્લી ૧૪૪ પ્રસ્તાવિત ડિલમાંથી માત્ર ૮ થી ૧૦ ટકા જ પરિપૂર્ણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.