તૈયારીનો ધમધમાટ: જીટીયુ આયોજીત ટેકફેસ્ટમાં કુલ ૫૭ ઈવેન્ટ: ૫૫૦૦થી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તા.૨૭/૨૮ને મંગળ-બુધ ટેકફેસ્ટ ૨૦૧૮ થવા જઈ રહ્યો છે. તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના ઉદઘાટન વિશે માહિતી આપતા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા આચાર્ય ડો. જયેશભાઈ દેશકરે જણાવ્યું હતુ કે, અત્યાર સુધી ૨૧ કોલેજનાં ૫૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ કુલ ૫૭ સ્પર્ધકોમાં રજીસ્ટ્રેશન થઈ ચૂકયા છે.
આ ઈવેન્ટના આયોજનમાં ધ્યાનાકર્ષક સ્પર્ધાઓમાં મીકેનીકલમાં હાઈડ્રોલીક આર્મ, ઓટો સાપ, જંકયાર્ડ વોર્સ, કેડ કર્કર, રોબોસોકર,ઈલેકટ્રીકલમાં સક્ટિ ચક્રવ્યુહ, ગેટ ઓ તડકા, સે ઈટ આઉટ, બેટલ ઓફ વ્હીલ્સ, ગો સ્લો વિથ ધ ફલો, ઝોન ઓફ ટનર્સ, કેમીકલમાં કેમીડ્રાઈવ, કેમીસ્ટ્રી, ફિલ્ટર મેકીંગ, કેમોહંટ, બુલ્સ એડ બિયર્સ, આલ્મીડોન ચેલેન્જ, કોમ્પ્યુટર વિભાગમાં કોડલેશ, કિષ્ટોહંટ, વેબ વિવર, મિનિમિશીપા, એનએફએસ, બેગ બોરો સ્ટીલ, ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં રિલેય કોડીંગ, કોઠડજામ, જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
વીવીપી ધો. ૧૧ તથા ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા વિવિધ શાળાઓનાં સંચાલકો, શિક્ષકોને પણ જીટીયુ, ટેકફેસ્ટ નિહાળવા આમંત્રીત કરાયું છે. તે ધો.૮ થી ૧૦ના વિદ્યાર્થીઓ તથા વાલીઓને આવવા જવા માટે વીવીપી દ્વારા વિનામૂલ્યે બસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.૨૮ના રોજ રૂટ નં. ૧ સવારે ૯ કલાકે સોરઠીયાવાડી ચોક, ભકિતનગર સર્કલ ભકિતનગર સ્ટેશન, વિરાણી હાઈસ્કુલ ચોક, એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ, કોટેચા ચોક, કે.કે.વી. હોલ ઈન્દરા સર્કલ પુષ્કરધામ મેઈનરોડ, એજી ચોક, કલાવડ રોડ થઈ વીવીપી રૂટ નં. ૨ સવારે ૯ કલાકે પેડકરોડ, પારેવડી ચોક, સીવીલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ રેસકોષૅ, એરોડ્રામ ફાટક, હનુમાનમઢી ચોક, રૈયા ચોકડી, આલાપ ગ્રીન સીટી, સાધુવાસવાણી રોડ, સૌરાષ્ટ્ર યુનિ. કાલાવાડ રોડ થઈ વીવીપી સુધીનાં રૂટ રાખવામાં આવ્યો છે.આ ટેકફેસ્ટ સૌરાષ્ટ્રના તકનીકી ઈતિહાસમાં એક સિમાચિહન બની રહેશે. આ ટેકફેસ્ટ ૨૦૧૮ની વિશેષતા એ છેકે, અહી દરેક ઈવેન્ટ માત્રને માત્ર વિદ્યાર્થીઓ જ કરી રહ્યા છે.
ઝોનલ ટેકફેસ્ટની સફળતા માટે વીવીપીનાં પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરનાં માર્ગદર્શન હેઠળ ઈવેન્ટ કો.ઓડીનેટર ઈલેકટ્રીકલ વિભાગનાં અધ્યાપક પ્રો. શિલ્પાબહેન કાથડ તથા બાયોટેકનોલોજી વિભાગનાં અધ્યાપક પ્રો. પૂજા ચાવડા, સ્ટુડન્ટ કો.ઓર્ડીનેટર મિલિન્દ પારષખ, વિરલ ઠકકર, વિશ્રુત માંકડ, કશ્યપ સોજીત્રા, મિહીર પાઠક, હેમાંગ જસાણી, પ્રણામ લશ્કરી, પૂર્વા વડગામા, અખીલ ભાણવડીયા, મિત મોરડીયા, શ્યમા નિમાવત અને તમામ વિભાગના વિભાગીય વડાઓ, અધ્યપાકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીગણ જહેમત ઉઠાવી રહ્યા છે.