હડતાલને લઈને સૌરાષ્ટ્ર-કચ્છનાં જીબીઆના હોદેદારોની બેઠક મળી: ઈજનેરો લડી લેવાના મૂડમાં
જીયુવીએનએલની ઢીલી નીતિનાં વિરોધમાં જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન આગામી ૨૬મી માર્ચથી અચોકકસ મુદતની હડતાલ પાડવા જઈ રહ્યું છે.જેને લઈને ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા મથકોમાં બેઠકોનો દૌર ચાલુ થયો છે. વધુમાં આજે. જીઈબીઆ દ્વારા મેનેજીંગ ડિરેકટર, કલેકટર અને પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
અનેક રજુઆતો બાદ પણ લાંબા સમયથી રહેલા પડતર પ્રશ્ર્નો જીયુવીએનએલ દ્વારા ઉકેલવામાં ન આવતા ઉર્જા વિભાગની સાતેય કંપનીના ઈજનેરોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજયભરના જીબીઆના ૫૫૦૦થી વધુ ઈનજેરોએ ૨૨મી માર્ચે હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે જીયુવીએનએલને નોટિસ પણ અપાઈ ચુકી છે. વધુમાં આજરોજ જીબીઆના હોદેદારોએ મેનેજીંગ ડિરેકટર, કલેકટર અને પોલીસ કમિશનરને આવેદન પાઠવી યુજીવીએનએલની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો. જીઈબીઆ આગામી ૭મી માર્ચથી વિરોધ દર્શાવતા કાર્યક્રમો આપવાનું શરૂ કરશે જે અંગે જિલ્લા અને તાલુકા મથકોએ બેઠકોનો દૌર શરૂ થયો છે.રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જીબીઆ હોદેદારોની મીટીંગ કરવામાં આવેલ. જેમાં ૫૦ થી વધુ પીજીવીસીએલ અને જેટકોના જીબીઆ હોદેદારો હાજર રહેલ. આ મીટીંગમાં તમામ બાબતોની વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવેલ. તમામ હોદેદારોનો એક જ સુર છે કે હવે આપણા પ્રાણપ્રશ્રનો માટે લડી લેવું છે.
હડતાલમાં કરવા માટે ના આગામી કાર્યક્રમો બાબતોની ચર્ચા કરી પ્લાનીંગ કરવામાં આવેલ. રાજકોટ શહેરમાં ફરજ બજાવતા આશરે ૧૫૦ થી વધુ ઈજનેરોની પણ એક મીટીંગનું આયોજન થયેલ. જેમાં સહુએ એકી અવાજે જીબીઆ સભ્યોના પ્રશ્ર્નોના નિકાલ માટે સંપૂર્ણ ટેકો આપેલ છે.આ મીટીંગ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં જીબીઆ હોદેદારો હાજર રહેલ. જેમાં જનરલ સેક્રેટરી બી.એમ.શાહ, જેટકોના જનરલ સેક્રેટરી આર.બી.સાવલીયા, પીજીવીસીએલના જનરલ સેક્રેટરી એમ.જે.લાલકીયા, એન.જે.તન્ના તેમજ જી.એચ.પટેલ, એસ.જી.સોજીત્રા, એસ.જી.કાંજીયા, કે.બી.શાહ, એસ.એલ.પટેલ, એ.એમ.પાઘડાર, ડી.એમ.સાવલીયા, એમ.એમ.કડછા, એસ.એમ.ખીરસરીયા, એચ.બી.વઘાસિયા, એ.ડી.હુલાણી, મહેશ્ર્વરી વગેરે હોદેદારો હાજર રહેલ અને કાર્યક્રમને સફળ બનાવવા વિચારણા કરી માર્ગદર્શન આપેલ તથા સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ ૧૨ સ્થાનો જેમ કે રાજકોટ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અંજાર, ભુજ, અમરેલી, જુનાગઢ, ગોંડલ, જામનગર, પોરબંદરમાં તા.૭ માર્ચના રોજ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે તેવું નકકી કરવામાં આવેલ છે.