જામનગર રેલ્વે સ્ટેશન ઉપર યાત્રીકો માટેની સુવિધા નુ સાંસદ પુનમબેને લોકાર્પણ કર્યુ છે. તેમની જહેમત થી તાજેતર મા જામનગર ને પાસપોર્ટ સેન્ટર મળ્યુ છે જેથી શહેરીજનો ને રાજકોટ ના ધક્કા બચ્યા છે.ત્યારે સતત લોક ઉપયોગી સુવિધા કરાવવા તત્પર રહેતા સાંસદના પ્રયાસથી રેલ્વે સ્ટેશને યાત્રીકો માટે ૨૦ વ્યક્તિઓ માટેની ક્ષમતાની લીફ્ટ ખુલ્લી મુકાઇ જે વૃદ્ધો, મહિલાઓ, દિવ્યાગો,બિમાર અને અશક્તો ને સીધા જ ઓવર બ્રીજ ઉપર સતત પહોંચાડવા કાર્યરત રહેશે.જે રૂ.૫૮.૬૪ લાખના ખર્ચે તૈયાર થઇ છે. અ લોક સુવિધા અર્પણ કરાઇ ત્યારે સાંસદ સાથે મેયર પ્રતિભાબેન કનખરા, પુર્વ ધારાસભ્યો મેઘજીભાઇ ચાવડા અને લાલજીભાઇ સોલંકી, ડેપ્યુટી મેયર ભરત મહેતા, મહામંત્રી ડો. કગથરા, ભાજપ અગ્રણી સામતભાઇ પરમાર રાજકોટ ડી. આર. એમ. પી. બી. નિનામે, ડીસીએમ રવિન્દ્ર શ્રીવાસ્તવ, ઇલેક્ટ્રીક સેક્શન હેડ કે. એસ. ચૌહાણ, સીનીયર પી. આર. ઓ. વિવેક તિવારી, જામનગર મેનેજર રાઠોડ સહિત પદાધીકારીઓ અને અધીકારીઓ તેમજ આમંત્રીતો ઉપસ્થીત રહ્યા હતા.પશ્ર્ચિમ રેલ્વે અમદાવાદના પી.આર.ઓ.પ્રદીપ શર્મા ના જણાવ્યા મુજબ આ તકે રેલ્વે સ્ટેશને સૌર ઉર્જા સીસ્ટમ ઇન્સ્ટોલ કરાઇ છે જેથી વર્ષે એક લાખ રૂપિયાની બચત થશે.
Trending
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન
- Quick & Tasty : નાસ્તામાં ખવડાવો નીર ડોસા, આ છે સરળ રીત