પાવર સરપ્લસ ગુજરાત બની રહ્યું છે પાવર ડેફીશિયન્સી સ્ટેટ
અદાણી અને એસ્સાર દ્વારા પાવર સપ્લાયનો કોન્ટ્રાકટ આગળ ધપાવવાનો ઈન્કાર કરાતા ઓપન માર્કેટમાંથી વીજ ખરીદવાની મજબૂરી
પાવર માટેની લડાઈ વિશ્ર્વમાં દશકાઓી ચાલી આવે છે. ભલેને તે શારીરિક, ર્આકિ, સામાજિક કે ભૌતિક હોય તમામને પાવર જોઈએ છે. હાલનો આધુનિક સમય સંપૂર્ણ રીતે ભૌતિક પાવર એટલે કે, વીજળીને આધારીત છે. ત્યારે વિકાસશીલ ગણાતું ગુજરાત ઉનાળામાં વીજ સંકટનો ભોગ બની જાય તેવી દહેશત છે.
તાજેતરમાં નર્મદામાંથી પાણીનો જથ્થો ઉપાડવા માટે નર્મદા કંટ્રોલ ઓટોરીટીએ આપેલી પરવાનગી બાદ મધ્યપ્રદેશને વળતર ચૂકવવાનો બોજ રાજય સરકારની તિજોરી ઉપર પડયો છે. આ ઉપરાંત સરદાર સરોવરમાં પાણીની સપાટી નીચી જતા પાવર જનરેટર બંધ ઈ ગયા હોવાનું જાણવા મળે છે. આ જનરેટ ચોમાસા પહેલા શરૂ થાય તેવી શકયતા ની. ત્યારે મજબૂરીનો ફાયદો ઉપાડવા ખાનગી કંપનીઓ તૈયાર ઈ છે.
વિગતો મુજબ અદાણી પાવર લી. દ્વારા ૨૦૦૦ મેગાવોટ તેમજ એસ્સાર પાવર ગુજરાત લી. દ્વારા ૧૦૦૦ મેગા વોટ પાવર માટેનો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સોનો કરાર આગળ ધપાવવાનો નનૈયો ભણી દીધો છે. કંપનીઓ કોલસાના ભાવ વધારાનું કારણ આગળ ધરી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાત અત્યાર સુધી પાવર માટે સરપ્લસ રાજય ગણાતુ હતું. પરંતુ ઉર્જા માંગ વધતા હવે બહારી વીજળી ખરીદવી પડે છે. આંકડા મુજબ ગુજરાતે એક દિવસમાં ૩.૨ કરોડ યુનિટ વીજળી (૧૩૩૩ મેગાવોટ) બહારી ખરીદી છે. ચાલુ અઠવાડિયામાં વીજ ખરીદી ૮૦૦ મેગા વોટી ૧૩૩૩ મેગાવોટ વચ્ચે રહી છે. આ આંકડા ગુજરાતનો વધતો વીજ વપરાશ દર્શાવી રહ્યાં છે. અદાણી અને એસ્સાર દ્વારા કરાર આગળ ધપાવવાની ના પાડવામાં આવતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. વીજ ખપત પુરી કરવા ઓપન માર્કેટમાંથી વીજળી ખરીદવા મજબૂર બન્યું છે. ઉનાળામાં ગરમીનો પારો વધતાની સો વીજ માંગમાં વધારો થશે. આ માંગને પૂરી કરવા ગુજરાતને દરરોજ ૮૦૦મેગાવોટી ૧૩૩૩ મેગાવોટ વીજળી ખરીદવાની ફરજ પડશે.
ઈન્ડોનેશીયાી કોલસાના ભાવ વધતા કંપનીઓ વીજળીના કરારો આગળ ધપાવવામાં રસ લઈ રહી ની. ગુજરાત અત્યાર સુધી અન્ય રાજયને વીજળી પુરી પાડતું હતું. જો કે હવે પરિસ્થિતી તદન વિપરીત જોવા મળી રહી છે. ઉનાળામાં ગુજરાતને ઓપન માર્કેટમાંી ઉંચા ભાવે વીજળીની ખરીદી કરવી પડશે તેવી દહેશત પણ છે.