ઉભરતી રાજકીય કારકિર્દી પચાવી ન શકનાર લોકોએ મારા વિરુધ્ધ કાવતરુ ઘડયું: ‘અબતક’ની મુલાકાત દરમિયાન જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવતા રાજકોટ પૂર્વના ધારાસભ્ય રૈયાણી
તાજેતરમાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ બાંધકામ માટે પ્રોટેકશન મની માંગી હોવાના આક્ષેપ સો જાન મહાપાલિકાની કચેરી અને પોલીસ કમિશનરની કચેરી ખાતે ધસી આવી હતી. જે ઘટનામાં અરવિંદભાઈ રૈયાણીએ પોતે નિર્દોષ હોવાનું જણાવીને તેમનો અને મુકેશભાઈનો નાર્કો ટેસ્ટ વો જોઈએ તેવો પડકાર ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત દરમિયાન ફેંકયો હતો.
રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ મને મત આપીને વિજયી બનાવ્યો હતો. મતદારોએ મને વિજય બનાવીને પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો. આજે ઘણા ખરા એવા લોકો આ વાત પચાવી શકયા ન હોવાી મારા વિરુધ્ધ મોટું ષડયંત્ર રચીને મને નુકસાન પહોંચાડી રહ્યાં છે. મેં મુકેશભાઈ કાકડીયાને કોઈપણ પ્રકારની ધમકી આપી જ ની. આ સમગ્ર ઘટના પાછળ કોઈક બીજાનો હા છે. તેઓ ખોટી દિશામાં મુકેશભાઈ કાકડીયાની દોરવણી કરી રહ્યાં છે.
છેલ્લા આઠ વર્ષી કોર્પોરેટર તરીકે હું લોકો વચ્ચે રહ્યો છું, લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. સમગ્ર ઘટનામાં હું નિર્દોષ હોવાની વાત સોમના સોસાયટીના રહેવાસીઓ બરાબર રીતે જાણે છે. આ માટે સોસાયટીના રહેવાસીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરીને જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના એક આયોજનપૂર્વકનું કાવતરું છે. હું ચાંદી અને ઈમીટેશન બજારના વેપારીઓ સો વર્ષોી સંકળાયેલો છું, તેઓએ પણ પોલીસ કમિશનરને સમગ્ર ઘટના કાવતરુ હોવાની રજૂઆત કરી હતી.
વધુમાં અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, આ અંગે મેં કમિશનરને તટસ્ તપાસ કરવાની રજૂઆત કરી હતી.
મારો અને મુકેશભાઈનો નાર્કો ટેસ્ટ કરવાની પણ મેં તૈયારી બતાવી છે. વધુમાં આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ કરવી જોઈએ તેવી માંગ કરી હતી. રૈયાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, મુકેશભાઈ કાકડીયાએ મારા મુકેલા તમામ આરોપો પાયા વિહોણા છે. ઉંડાણપૂર્વકની તપાસ કરાતા સમગ્ર હકીકત બહાર આવશે.
મારી ઉભરતી રાજકીય કારકિર્દીને પચાવી ન શકનાર લોકોએ કાવતરુ ઘડયું છે. પરંતુ મારા વિસ્તારના લોકો હકીકતી વાકેફ છે. આ ઘટનામાં મારા પર પાયા વિહોણા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેની સામે હું કાયદેસરની કાર્યવાહી કરીશ. ખોટા આક્ષેપો કરી મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના આ પ્રયાસ કયારેય સફળ શે નહીં.