ગ્રીન ફાર્મ એગ્રી એક્ષપોર્ટ પેઢીના નામે સીસી લોન કૌભાંડમાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ બાદ બેન્ક અધિકારીની સંડોવણી ખુલતા અમદાવાદથી ઝડપી લીધો
યાજ્ઞિક રોડ પર આવેલી ક‚રવેશ્ય બેન્કમાંથી ગ્રીન ફાર્મ એગ્રી એક્ષપોર્ટના નામે રૂ.૧૩ કરોડની સીસીલોન લઇ લોન ભરવાઇ ન કરી બેન્ક સાથે ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલી બે મહિલા સહિત ત્રણની પોલીસે ધરપકડ કર્યા બાદ લોન કૌભાંડમાં બેન્કના અધિકારી પ્રતિક નગીનદાસ વૈશ્યની સંડોવણી બહાર આવતા પોલીસે તેને અમદાવાદથી ઝડપી લીધો છે.અમીન માર્ગ પર રહેતા દિનેશ જયંતી તન્ના અને નાના મવા રોડ પર પેન્ટાગોનમાં રહેતા દિપ મહેશ તન્નાએ ગ્રીન ફાર્મ એગ્રી એક્ષપોર્ટ નામની ભાગીદારી પેઢી શરૂ કર્યા બાદ યાજ્ઞિક રોડ પર આવેલી કરૂરવૈશ્ય બેન્કમાંથી રૂ.૭.૬૦ કરોડની સીસીલોન લીધી હતી ત્યારે લોનના જામીન તરીકે રીટા દિનેશ તન્ના, પૂજા મહેશ તન્ના અને મહેશ જયંતીલાલ તન્નાએ આપી હતી.
બંને ભાગીદારોએ ઇમ્પોર્ટ બીલના આધારે વધુ રૂ.૫.૪૬ કરોડના બેન્કના અધિકારી પ્રતિક નગીનદાસ વૈશ્ય સાથે મિલાપીપણું રચી જ‚રી બીલ બેન્કમાં રજુ ન કરી કુલ રૂ.૧૩ કરોડનું લોન કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું હતું.
એ ડિવિઝન પોલીસે લોનના જામીનદાર રીટા દિનેશ તન્ના, પૂજા મહેશ તન્ના અને મહેશ જયંતી તન્નાની ધરપકડ કર્યા બાદ અમદાવાદ ખાતે રહેતા ક‚રવૈશ્ય બેન્કના અધિકારી પ્રતિક નગીનદાસ વૈશ્યની પી.આઇ. વી.એન.યાદવ, એએસઆઇ રણજીતસિંહ ઝાલા, રામગર ગોસાઇ, વિજયસિંહ જાડેજા, દિપકભાઇ અને ગજેન્દ્રસિંહ સહિતના સ્ટાફે ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે. લોન કૌભાંડના સુત્રધાર દિપ મહેશ તન્ના અને દિનેશ જયંતીલાલ તન્નાની ધરપકડ માટે શોધખોળ હાથધરી છે.