શાળા નં.૬૯માં વેસ્ટ ઝોન રમતોત્સવ ૭૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
શિક્ષણ સમિતિ આયોજીત ત્રણેય ઝોનમાં અલગ અલગ કેટેગરી વાઈઝ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્યામાપ્રસાદ મુખર્જી પ્રા.શાળા નં.૬૯માં આ વેસ્ટ ઝોન રમતોત્સવ યોજાયો હતો. જેમાં ૨૨ જેટલી શાળાઓ અને ૭૫૦ જેટલા શાળા અને તાલુકાકક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજે યોજાયેલ રમતોત્સવમાં લંગડી, ખોખો, કબડી, ક્રિકેટ, ચેસ, કેરમ, ગોળાફેંક, ચક્રફેંક, ઉંચી કુદ, લાંબી કુદ, બેડમીન્ટન જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત દોડમાં ૫૦,૧૦૦,૨૦૦,૪૦૦ અને ૮૦૦ મીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, શાસનાધિકારી દેવદત પંડયાના માર્ગદર્શન હેઠળ કરેલ. આ આયોજનમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શાળા નં.૩૫ના આચાર્ય અ‚ણભાઈ દવેએ કહ્યું હતું કે, શિક્ષણ સમિતિ આયોજીત ત્રણેય ઝોનનાં અલગ-અલગ કેટેગરી વાઇઝ રમતોત્સવ યોજવામાં આવ્યા હતો. આજે વેસ્ટ ઝોનનો રમોત્સવ છે. જેમાં વેસ્ટ ઝોનની તમામ ૨૨ શાળાઓએ ભાગ લીધો હતો. શાળાકક્ષાએ, તાલુકા કક્ષાએ વિજેતા થયેલા ૭૫૦ જેટલા અલગ-અલગે હેક્રીટોએ ભાગ લીધો હતો. નાના બાળકોની ૫૦ મીટરની દોડથી લઈ ૪૦૦ મીટર સુધીની દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બેડમિન્ટન જેવી અઘરી રમતોમાં પણ આ ટબુકડા દોસ્તોએ સુંદર પ્રદર્શન કર્યું હતું.
શિક્ષણ સમિતિના સભ્ય મુકેશભાઈ મહેતાએ ‘અબતક’સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ અમારો ઝોન કક્ષાનો રમતોત્સવ છે. તાલુકા અને જિલ્લા કક્ષાનો રમતોત્સવ પૂર્ણ થયા બાદ આ ઝોન કક્ષાનો રમતોત્સવ આજે શ્યામાપ્રસાદ મુખર્જી પ્રા.શાળા નં.૬૯માં યોજવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ઈસ્ટ ઝોનનો રમતોત્સવ થયો હતો જે ૬૮ નં.ની શાળામાં યોજવામાં આવ્યો હતો. તે પહેલા શાળા નં.૧૯માં મધ્યઝોનનો રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોત્સવથી બાળકો શહેર લેવલે રમવા જશે અને શહેર લેવલમાંથી સિલેકટ થયેલ બાળકો ગુજરાત કક્ષાએ રમવા જશે.
સ્પર્ધક પરમાર ક્રિષ્નાએ કહ્યું કે, હુંશ્રીપ્રભાજી ક્ધયા તાલુકા શાળા નં.૮૬માં ૮માં ધોરણમાં ભણુ છું આજે મેં કબ્બડીમાં ભાગ લીધો હતો મને ખુબ જ મજા આવી પરંતુ જીતી ન શકયા તેનો અફસોસ પણ છે તેનાથી પણ વધારે એ વાતની ખુશી છે કે અમને અહીંથી કંઈક શીખવા મળ્યું છે. નવું નવુ ઘણુ જાણવા મળ્યું છે. રમત એ આપણા જીવનનો અગત્યનો ભાગ છે અને દરેકે કોઈને કોઈ રમતો રમવી જોઈએ. સ્પર્ધક મયુરીએ કહ્યું હતું કે, હું શ્યામાપ્રસાદ મુખર્જી પ્રા.શાળા નં.૬૯માં ૮માં ધોરણમાં અભ્યાસ કરુ છું મે આજે દોડમાં ભાગ લીધો હતો. તેમાં અમને ઘણુ શીખવા અને જાણવા મળ્યું છે. અમે છેલ્લા ૩.૪ દિવસથી પ્રેકટીસ કરીએ છીએ. અમને ખુબ જ આનંદ થયો છે.