ઘરે બનાવો મૂંગ દાળનો હલવો
સામગ્રી :
– ૧ કપ (૨૦૦ ગ્રામ) મૂંગ દાળ
– ૧ કપ (૨૦૦ ગ્રામ) ખાંડ
– ૧/૨ કપ (૧૨૫ ગ્રામ) ઘી
– ૫૦૦ મિલી ફૂલ ક્રીમ દૂધ
– ૨૦ થી ૨૫ ટુકડા કાજુના
– ૨૦ થી ૨૫ ટુકડા બદામ
– ૨ ટેબલ સ્પૂન કિશમીશ
– ૧૫ થી ૨૦ ટુકડા પિસ્તા
– ૬ થી ૭ એલચીના ટુકડા
રીત :
મૂંગ દાળને ૩ કલાક પલાળીને કપડાથી લૂંછી નાખવાની પછી પૈન ગરમ કરી તેમાં મૂંગ દાળ નાખી લગાતાર હલાવાનું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવાનું પ્લેટમાં કાઢી ઠંડુ થવા દેવાનું.
– મિક્ષરમાં દાળ પીસી નાખવાનું૪ એક પૈનમાં ૩ થી ૪ ચમચી ઘી નાખી, ક્રશ કરેલી દાળ નાખી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી હલાવાનું. તેમાં દૂધ નાખી હલાવાનું ગેસ ધીમો રાખવાનો, ૧ કપ પાણી નાખી ધીરે-ધીરે હલાવાનું.
– બીજા પેનમાં ૧ ટી સ્પૂન ઘી નાખી તેમાં કાજુ, બદામ અને કિશમિશ નાખી હલાવી પ્લેટમાં કાઢવાનું.
– મીક્ષણમાં ખાંડ નાખી કાજુ, બદામ નાખી હલાવાનું અને તેમાં ઘી અને ઇલાયચી પાઉડર નાખી પકવા દેવાનું ૧ થી ૨ મીનીટ પછી તેને પ્લેટમાં કાઢી હલવા ઉપર કાજુ, કિશમિશથી ગ્રાનીસ કરવાનું
સુજાવ :
– તમે હલવામાં પાણી ન નાખવાના બદલે દૂધ નાખી ને પણ હલવો બનાવી શકો છો.
– હલવામાં તમારી પસંદ પ્રમાણે પણ ઘી ઓછુ અથવા વધારે નાખી શકો છો.