વિર્દ્યાીઓ હેન્ડીક્રાફટ, આયુર્વેદિક મેડિસીન, ઈમીટેશન જવેલરી, લાઈવ કેક શો, ફૂડ સહિતના ૧૦૧ સ્ટોલમાં વિવિધ સંચાલન કરશે
રાજકોટની પ્રખ્યાત એવી એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા કોલેજમાં ૨૧ જેટલા વિવિધ કોર્ષો ચલાવવામાં આવે છે. કોલેજ તેના સ્કાય ઈઝ ધ લીમીટના સૂત્રને પરિપૂર્ણ કરવા માટે વિર્દ્યાીઓને હંમેશા પ્રેરણારૂપ કરતી રહે છે. માત્ર ભણતર જ નહીં પરંતુ વિર્દ્યાી બધી જ રીતે આગળ વધે તે માટે કોલેજ દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ હા ધરવામાં આવતી હોય છે. જે અંતર્ગત આવતીકાલે રાજકોટની કાલાવડ રોડ સ્તિ માતૃશ્રી વિરબાઈ મહિલા સાયન્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી બિઝનેસ ફીયેસ્ટા ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. જેની વિસ્તૃત માહિતી આપવા કોલેજના કેમ્પસ ડાયરેકટર સંજયભાઈ વાઢર, હેડ ઓફ ડિપા. આયુબ ખાન તેમજ વિર્દ્યાી મહેતા ધાર્મિ ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ બિઝનેસ ફિયેસ્ટા મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ ઈન્ડિયાના હેતુી કરવામાં આવી રહ્યો છે. આ માટે કોલેજના પ્રોફેસર હેતલ ‚પારેલીયા, ક્રિષ્ના જાંજમેરીયા, રાહુલ ચૌહાણ, જય ગોસ્વામી, જીતેન્દ્ર મંગલાણી, શ્રદ્ધા કલ્યાણી, મિતલ સામાણી, હિરેન મહેતા, વિશાલ રાણપરા, ચંદ્રીકા ભગોરા, ભુપેન જાદવ, કરીશ્મા ‚પાણી, નિખીલ દવે, રાધીકા પીઠડીયા, ગૌરાંગ મણીયાર અને ભૌમિક માંડલીક જહેમત ઉઠાવી રહયાં છે. આ બિઝનેશ ફિયેસ્ટાને સફળ બનાવવા માટે કોલેજના જુદા જુદા ભવનના વિર્દ્યાીઓ પણ જહેમત ઉઠાવી રહ્યાં છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ બિઝનેસ ફિયેસ્ટાનો મુખ્ય હેતુ વિર્દ્યાીઓ પોતે સ્વતંત્ર બને અને ઉદ્યોગ સાહસીકતા તેમજ વેપારી સુઝ-બુઝી પોતાની જાતે વિકસીત બને તે માટેનો છે અને આ માટે જ એક દિન કા બિઝનેસ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બિઝનેશ ફિયેસ્ટા શનિવારે ૯ વાગ્યે રાજકોટના પ્રમ નાગરિક ડો.જૈમન ઉપાધ્યાય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવશે. આ ફિયેસ્ટામાં વિર્દ્યાીઓએ જવેલરી ફૂડ ઝોન, હેન્ડીક્રાફટ સહિતના ૧૦૧ સ્ટોલમાં ઉદ્યોગોનું સંચાલન કરશે અને આ ફિયેસ્ટાને નિહાળવા એચ. એન. શુકલ કોલેજના ટ્રસ્ટી નેહલ શુકલ, મેહુલ રૂપાણી કેમ્પસ ડાયરેકટર સંજય વાઢેર તેમજ હેડ ઓફ ડિપા. આયુબ ખાને સૌરાષ્ટ્રભરના વિર્દ્યાીઓને વાલીઓ સો હાજર રહી આમંત્રણ પાઠવ્યું છે.