રામ મંદિરનો મામલો ધર્મ અને આસ સો જોડાયેલો: વડી અદાલતના ન્યાયાધીશ મધ્યસ્થી બનવા તૈયાર
રામ મંદિરનો મુદ્દો ઘણા સમયી વિવાદીત છે ત્યારે દેશની વડી અદાલતે આ મુદ્દાના ઉકેલ માટે બન્ને પક્ષોએ સહમતી સાધી રસ્તો કાઢવાની ટીપ્પણી કરી છે. વડી અદાલત રામ મંદિરના મામલે બન્ને પક્ષોએ મધ્યસ્ી બનવા તૈયાર છે. આ મામલે શુક્રવારે મહત્વનો ચુકાદો આવી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે રામ મંદિર પર મુખ્ય ટિપ્પણી કરતા કહ્યું છે કે, રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર બંને પક્ષો પરસ્પર સહમતિ દ્વારા આ મામલે રસ્તો કાઢે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામ મંદિરનો મામલો ધર્મ અને આસ સો જોડાયેલો છે. આ મામલે કોર્ટની ટિપ્પણી અંગે માહિતી આપતા જણાવ્યું છે કે અરજકર્તા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે, ચીફ જસ્ટિસે કહ્યું છે કે જ‚ર પડશે તો સુપ્રીમ કોર્ટના જજ આ મામલે મધ્યસ્ી બનવા તૈયાર છે. કોર્ટે બંને પક્ષોને વાતચીત માટે આગામી શુક્રવાર સુધીનો સમય આપ્યો છે.અદાલતે અયોધ્યા મામલે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટની વાત કરી છે. આ મામલે વિશેષજ્ઞોનું માનવું છે કે આ ધર્મ અને આસ સો જોડાયેલી બાબત છે. એટલે જ કોર્ટ નિર્ણય પહેલા પરસ્પર સહમતિનો પ્રયાસ ઈચ્છે છે. અદાલતનો નિર્ણય જમીનના માલિકી હક અંગે હોઈ શકે છે. પરંતુ આ આસનો વિષય છે. જયારે રામ મંદિર પર પરસ્પર સહમતિી રસ્તો નિકાળવા માટે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનું ગૃહ મંત્રાલયે સ્વાગત કર્યું છે.